Surat: રાજુ વિશ્વકર્મા અને મુન્ના પાસવાન દોષિત

Feb 16, 2025 - 02:00
Surat: રાજુ વિશ્વકર્મા અને મુન્ના પાસવાન દોષિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તા. 8 ઓક્ટોબર-2024ના રોજ મંગળવારની મોડી રાત્રીએ મોટા બોરસરા ગામે મોટી નરોલી જતા શેરડીના ખેતરમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં પોલીસે કુલ ત્રણ આરોપીઓને સામે પોક્સો એક્ટ સહિતની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

જેમાં શરૂઆતમાં શિવશંકર લક્ષ્મણ ચોરસિયા (ઉં.વ. 45, રહે. શિવશક્તિ કોમ્પ્લેક્સ, લીંમોદરા પાટિયા, કરંજ, માંડવી) અને મુન્ના કરબલી પાસવાન (ઉં.વ. 40, રહે. પટેલ કોમ્પ્લેક્સ, કરંજ, જીઆઇડીસી રોડ, કીમ)ને પકડી લેવાયા હતા. ત્યારબાદ પોલીસે રામસજીવન ઉર્ફે રાજુ રામસબદ વિશ્વકર્માની પણ ધરપકડ કરી હતી. આ ત્રણેય પૈકી શિવશંકરનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા મુન્ના અને રાજુની સામે માત્ર 15દિવસમાં જ 467 પાનાની મુખ્ય ચાર્જશીટ સહિત વિવિધ પુરાવાની સાથે અંદાજિત ત્રણ હજાર પાનાની ચાર્જશીટ પણ રજૂ કરાઇ હતી અને ત્યારબાદ કેસની ટ્રાયલ ચલાવવામાં આવી હતી. 130 દિવસ સુધી આ કેસની ટ્રાયલ ચાલી હતી. જેમાં કુલ 23 જેટલી મુદતો પડી હતી. સરકાર પક્ષે કુલ 60 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને વધુમાં વધુ સજા થઇ શકે તે માટે આરોપીઓના મેડિકલ રિપોર્ટ્સ, સાઇન્ટિફિક પુરાવા, મોબાઇલ ડેટા અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ સમક્ષ પીડિતા તેમજ ફરિયાદીની જુબાની મહત્ત્વની સાબિત થઇ હતી. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ વિનોદ વી. પરમારે બંને આરોપી રાજુ વિશ્વકર્મા અને મુન્ના પાસવાનને દુષ્કર્મ સહિતની તમામ કલમોમાં દોષિત જાહેર કર્યા હતા.આગામી સોમવાર એટલે કે તા. 17મીએ બંને આરોપીઓને સજા સંભળાવવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0