Surat: મુંબઈમાં ખરાબ વાતાવરણથી વિમાની સેવા ઠપ્પ! સુરત અને વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ્સનું ઇમરજન્સી ડાયવર્ઝન

Sep 29, 2026 - 23:00
Surat: મુંબઈમાં ખરાબ વાતાવરણથી વિમાની સેવા ઠપ્પ! સુરત અને વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ્સનું ઇમરજન્સી ડાયવર્ઝન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને ભારે ખરાબ હવામાનના કારણે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ મુશ્કેલ બન્યું છે. સુરક્ષાના કારણોસર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા મુંબઈ તરફ જઈ રહેલી અનેક ફ્લાઇટ્સને ગુજરાતના સુરત અને વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો તાકીદનો નિર્ણય લેવાયો છે.

મુંબઈમાં ખરાબ વાતાવરણથી વિમાની વ્યવહાર ખોરવાયો

સુરત એરપોર્ટ પરથી મળતી તાજી વિગતો અનુસાર, કોઈમ્બતુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટને પણ વાતાવરણની ખરાબીના કારણે સુરત ડાયવર્ટ કરવામાં આવી છે, જેમાં 224 મુસાફરો સવાર છે. આ અગાઉ 8 ફ્લાઇટ્સ સુરત ઉતારવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 9 ફ્લાઇટ્સને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના અલગ-અલગ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ અટવાયેલા મુસાફરોની દેખરેખ અને રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સુરત અને વડોદરા એરપોર્ટમાં ફ્લાઇટ્સ ડાયવર્ઝન

બીજી તરફ, વડોદરાના હરણી એરપોર્ટ ખાતે પણ મુંબઈ જતી ૪ મહત્વપૂર્ણ ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જેમાં એર ઇન્ડિયાની હૈદરાબાદ-મુંબઈ (AI 2447), વિજયવાડા-મુંબઈ (AI 599), ઇન્દોર-મુંબઈ (AI 1780) અને ઇન્ડિગોની દિલ્હી-મુંબઈ (6E 329) ફ્લાઇટનો સમાવેશ થાય છે. મુંબઈમાં હવામાન સામાન્ય થયા બાદ અને વાતાવરણ સાફ થતાં જ તમામ ફ્લાઇટ્સને તબક્કાવાર મુંબઈ તરફ રવાના કરવામાં આવશે.

આ પણ વાંચો: Mehsana: વિદેશ મોકલવા 70 લાખમાં ડીલ થઈ; એક જ પરિવારના 3 સભ્યો કેનેડાથી ગુમ, એજન્ટ અને PI અંકુશ ગેહલોતનું નિવેદન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0