Surat: માંગરોળમાં અસામાજીક તત્વો બેફામ, બુટલેગર સહિત 3 શખ્સો પોલીસના સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના માંગરોળમાં બુટલેગરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો. આ અસામાજીક તત્વોએ જ્વલનશીલ પદાર્થથી ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે બુટલેગર રાકેશ પકોડો સહિત 3ને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. માંગરોળના પીપોદ્રા જીઆઈડીસીમાં અસામાજીક તત્વોએ બબાલ કરી હોવાની ઘટના સામે આવી છે. પાર્થ રેસીડનસીમાં નજીવી બાબતે બુટલેગરો અને અસામાજિક તત્વો આતંક મચાવી આખી સોસાયટી બાનમાં લીધી હતી. તલવાર જેવા ઘાતક હથિયાર અને બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવેલા અસામાજિક તત્વોએ જ્વલંનસીલ પદાર્થથી ઘર સળગાવવાના પ્રયાસ પણ કર્યો અને ઘર માલોકોને માર પણ મારવામાં આવ્યો હતો. એક ફોર વહીલર કાર પણ સળગાવી દીધી.
સમગ્ર ઘટનાને લઇ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલિસે બુટલેગર અને મુખ્ય આરોપી રાકેશ પકોડો અને પદ્મનાથ માલિક નામના લુખા તત્વોને પણ ઝડપી પાડ્યો છે. ઘરમાં હુમલો કરી આગ લગાવવાની ઘટનામાં માંગરોળ પોલીસે 10 આરોપી વિરુદ્ધ રાઇટીંગ અને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.
What's Your Reaction?






