Surat: પાડોશમાં રહેતા નરાધમે બાળકીને પીંખી નાખી, પોલીસે હવસખોરની કરી ધરપકડ

સુરત જિલ્લામાં છાશવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે. સુરત જિલ્લામાં હવે અવાર નવાર દુષ્કર્મ તેમજ શારિરીક અડપલાં જેવા ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. ઘર આંગણે રમી રહેલી એક ચાર વર્ષીય બાળકી ઘરે રડતી રડતી આવી હતી. ઘટનાની જાણ પ્રથમ તો બાળકીના માતાપિતા દ્વારા બાળકીને છાની રાખવા વ્હાલ કર્યો, જોકે ત્યારબાદ એકાએક બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ તેઓને બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું હતું.સીસીટીવીની તપાસ કરતા તેમાં હવસખોર કેદ થયો વાલીએ ઘટનાની ગંભીરતા સમજી તરત કડોદરા પોલીસને જાણ કરી હતી. કડોદરા વરેલી ગામ ખાતે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આસપાસ વિસ્તારમાં સીસીટીવીની તપાસ કરતા તેમાં હવસખોર કેદ થયો હતો. જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવી ઉઠાવીને લઈ જતો દેખાય છે અને આજ કડી પોલીસને નરાધમ આરોપી સુધી પહોંચવા મદદ રૂપ સાબિત થાય છે. પોલીસે શખ્સની અટકાયત કરી આકરી પુછપરછ હાથ ધરી કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વરેલી ગામની ગલીઓ તપાસ આરંભી હતી. બાળકીના ઘરથી માત્ર અડધો કિલોમીટર જેટલા જ અંતરમાંથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટકાયત કરી હતી. પોલીસે શખ્સની અટક કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીની રાજુ રીરસાત તરીકે ઓળખ થઈ હતી. તે વરેલી વિસ્તારમાં પોતાના બહેનના ઘરે રહીને રખડપટ્ટી અને છૂટક મજૂરી કરતો હતો. આ નરાધમ બાળકીની પાડોશમાં જ રહેતો હતો અને નાની બાળકી રમી રહી હતી, ત્યારે તેને ખોટો વ્હાલ કરી ફોસલાવી ઉઠાવી લઈ ગયો હતો. પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરે જ લઈ ગયો હતો અને ત્યાં તેની હેવાનિયત ભરેલી કરતૂત આચરી હતી.

Surat: પાડોશમાં રહેતા નરાધમે બાળકીને પીંખી નાખી, પોલીસે હવસખોરની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લામાં છાશવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે. સુરત જિલ્લામાં હવે અવાર નવાર દુષ્કર્મ તેમજ શારિરીક અડપલાં જેવા ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. ઘર આંગણે રમી રહેલી એક ચાર વર્ષીય બાળકી ઘરે રડતી રડતી આવી હતી. ઘટનાની જાણ પ્રથમ તો બાળકીના માતાપિતા દ્વારા બાળકીને છાની રાખવા વ્હાલ કર્યો, જોકે ત્યારબાદ એકાએક બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ તેઓને બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું હતું.

સીસીટીવીની તપાસ કરતા તેમાં હવસખોર કેદ થયો

વાલીએ ઘટનાની ગંભીરતા સમજી તરત કડોદરા પોલીસને જાણ કરી હતી. કડોદરા વરેલી ગામ ખાતે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આસપાસ વિસ્તારમાં સીસીટીવીની તપાસ કરતા તેમાં હવસખોર કેદ થયો હતો. જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવી ઉઠાવીને લઈ જતો દેખાય છે અને આજ કડી પોલીસને નરાધમ આરોપી સુધી પહોંચવા મદદ રૂપ સાબિત થાય છે.

પોલીસે શખ્સની અટકાયત કરી આકરી પુછપરછ હાથ ધરી

કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વરેલી ગામની ગલીઓ તપાસ આરંભી હતી. બાળકીના ઘરથી માત્ર અડધો કિલોમીટર જેટલા જ અંતરમાંથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટકાયત કરી હતી. પોલીસે શખ્સની અટક કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીની રાજુ રીરસાત તરીકે ઓળખ થઈ હતી. તે વરેલી વિસ્તારમાં પોતાના બહેનના ઘરે રહીને રખડપટ્ટી અને છૂટક મજૂરી કરતો હતો. આ નરાધમ બાળકીની પાડોશમાં જ રહેતો હતો અને નાની બાળકી રમી રહી હતી, ત્યારે તેને ખોટો વ્હાલ કરી ફોસલાવી ઉઠાવી લઈ ગયો હતો. પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરે જ લઈ ગયો હતો અને ત્યાં તેની હેવાનિયત ભરેલી કરતૂત આચરી હતી.