Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 2.80 લાખ અને સોનાના દાગીના પડાવનાર 2 આરોપી ઝડપાયા

Aug 12, 2026 - 19:30
Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 2.80 લાખ અને સોનાના દાગીના પડાવનાર 2 આરોપી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાખોરી આચરતો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો ફેબ્રુઆરી ૨૦૨૬માં સોશિયલ મીડિયા એપ 'સ્નેપચેટ' મારફતે સુરતના જકાતનાકા વિસ્તારમાં રહેતા ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા સાથે પરિચય થયો હતો.

પરિણીતાને પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી

પરિચય બાદ આરોપી જૈનીલે પરિણીતાને મીઠી-મીઠી વાતોમાં ભોળવી પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ વિવિધ બહાના હેઠળ પરિણીતા પાસેથી રૂ. 2.80 લાખની રોકડ રકમ તેમજ કિંમતી સોનાના દાગીના પડાવી લીધા હતા. નાણાં અને દાગીના પડાવી લીધા બાદ પણ આરોપીની દાનત બગડી હતી. તેણે પરિણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ ધમકાવીને શારીરિક સંબંધ બાંધી સતત શોષણ કર્યું હતું. આખરે આ નરકયાતનામાંથી બહાર આવવા માટે પીડિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી હતી.

પોલીસની ત્વરિત કાર્યવાહી

બનાવની ગંભીરતા સમજી કાપોદ્રા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા અને આ ગુનામાં મદદગારી કરનાર તેના સાથીદાર એમ કુલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ઉધનામાં અજાણ્યો યુવક 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડતાં ભારે અફરાતફરી, સુરક્ષિત રીતે નીચે લાવવા મથામણ કરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0