સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ઉઠામણનો ફરી એક વખત દોર શરૂ થયો. શહેરના કાપડ ઉદ્યોગ માર્કેટને વધુ એક મોટો ફટકો પડ્યો. ગુલાટી ફેશનના માલિક દુકાન બંધ કરી ફરાર થયો. ટેક્સટાઈલનો વેપારી ગુલાટીના માલિક વિકાસ પોદારે શહેરના 9 વેપારીઓને ચૂનો લગાવ્યો. ભોગ બનનારા વેપારીઓએ ઇકો સેલ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
કાપડ બજારમાં વેપારીનું ઉઠમણું
શહેરમાં ફરી એક વખત કાપડ બજારમાં વેપારીએ નાદારી નોંધાવી. ટેક્સટાઈલનો માલિક મોબાઈલ દુકાન બંધ કરી ફરાર થઈ ગયો. ગુલાટી ફેશનનો માલિક 9 વેપારીઓ સાથે છેતરપિંડી કરતાં કાપડ ઉદ્યોગને જબરજસ્ત કરોડોનો ફટકો પડ્યો. ગુલાટીના માલિક વિકાસ પોદાર વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા લઈ ફરાર થઈ ગયો. વિકાસના ઉઠમણાંના કારણે 9 વેપારીઓને રાતા પાણીએ રોવાના વારો આવ્યો. 9 વેપારીના 1.13 કરોડ રૂપિયા સલવાયા. વેપારીઓની ફરિયાદ પર ઇકો સેલ પોલીસે ગુનો નોંધી ગુલાટી ફેશનના માલિકને શોધવા ચક્રો ગતિમાન કર્યા.
વેપારીઓ ઉઠામણાં કરી ફરાર
સુરત શહેરમાં હિરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ધમધમે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં શહેરમાં હીરાના ઉદ્યોગમાં વેપારીઓએ ઉઠમણું કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. હવે કાપડ ઉદ્યોગમાં વધુ એક વેપારીએ કરોડોનું ઉઠમણું કર્યું.થોડા વર્ષો પહેલા એક વેપારીઓ 65 કરોડનું ઉઠમણું કર્યું હતું. જ્યારે કાપડ ઉદ્યોગનું સૌથી મોટું 90 કરોડનું ઉઠમણું ત્રણ લબરમૂછિયા દ્વારા થયું હતું. ઉઠમણા કરતાં વેપારીઓને કારણે સીધા સાદા વેપારીઓને પણ મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. હીરા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ વેપારીઓ ઉઠમણું કરી ફરાર થઈ જાય છે અને ભોગ બનનારાઓને રોવાનો વારા આવે છે.
ઉઠામણા પર અંકુશ રાખવાનો પ્રયાસ
કાપડ ઉદ્યોગમાં વેપારીઓના ઉઠામણા પર અંકુશ રાખવા ગત મહિને સી.આર.પાટિલે વેપારીઓને એક સૂત્ર આપ્યું. "ચેક દો માલ લો". સી.આર.પાટિલે કાપડ ઉદ્યોગને બચાવવા વેપારીઓને એકથવા અપીલ કરી. તેમણે વેપારીઓને કહ્યું કે સગાં-સંબંધી કે મિત્રતાના નામે કોઈપણ ઓળખીતા વેપારીને ચેક સિવાય માલ ના આપવો. વેપારીને માલની જરૂર હશે તો ચોક્કસ પૈસા આપશે. કાયદેસર રીતે કામ કરતાં વેપારીઓને આર્થિક નુકસાનીમાંથી બચાવવા તેમજ ઉદ્યોગમાં વિશ્વાસનું વાતાવરણ રહે માટે સરકાર પણ હવે એકશનમાં આવી છે અને ઉઠામણાં કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરશે.