Surat: ઉમરપાડામાં શાળાના 45 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ

સુરતના ઉમરપાડામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ઉમરપાડામાં શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ઉમરગોટની આદર્શ નિવાસી શાળામાં આ બનાવ બન્યો છે.45માંથી 30 બાળકોને પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી શાળામાં બાળકોએ રીંગણ-બટાકાનું શાક અને દાળ-ભાત ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે. લગભગ 45 બાળકોની તબિયત બગડી છે. જો કે 45માંથી 30 બાળકોને પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે. જ્યારે બે વિદ્યાર્થીઓને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ધોરણ-9ના બે વિદ્યાર્થીઓ સિવિલમાં સારવાર હેઠળ છે. ઉમરપાડા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હાલમાં તલાટી કમ મંત્રીએ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ રિપોર્ટ કર્યો છે. ત્યારે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉમરપાડા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ કરી હતી. તમને જણાવી દઈએ કે આશ્રમ શાળામાં ધોરણ 9, 10, 11, 12ના 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલમાં પ્રથમ પરીક્ષા ચાલી રહી છે. ગઈકાલે પાલીતાણામાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી પાલીતાણાના જામવાળી 2 ગામે 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા ઉલ્ટી થયા હતા. શિક્ષિકાના જન્મ દિવસે ભોજન આરોગ્યા બાદ બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. 120 બાળકોમાંથી 23 બાળકોને સામાન્ય અસર થઈ હતી. જો કે ઘટના બાદ આરોગ્યની ટીમ જામવાળી 2 ગામે પહોંચી હતી. જો કે હાલમાં તમામ બાળકોની તબિયતમાં સુધારો છે અને સામાન્ય અસર હોવાનું આરોગ્ય વિભાગે નિવેદન આપ્યું હતું. તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી.જામનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ જામનગરમાં જન આરોગ્ય સાથે ચેડા યથાવત રહ્યા છે. કારણ કે, ફુડ સેફટી પખવાડિયા અંતર્ગત મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં નાઘેડીમાં આવેલા લક્ષ્મી ગૃહ ઉધોગમાં ખાઘપદાર્થ, પામોલીન તેલ વાપરી પૂજન સામગ્રીવાળું ઘી બનાવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતાં 91 કીલો ઘી કિંમત રૂ. 23000નો જથ્થો સીઝ કરાયો હતો. તદઉપરાંત ફુડશાખા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, દુકાન અને પેઢીમાંથી દૂધ, પનીર, મીઠાઇ, ઘી, સૂકામેવા, તેલ, મસાલા સહિત અન્ય ખાદ્યપદાર્થના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Surat: ઉમરપાડામાં શાળાના 45 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉમરપાડામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ઉમરપાડામાં શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ઉમરગોટની આદર્શ નિવાસી શાળામાં આ બનાવ બન્યો છે.

45માંથી 30 બાળકોને પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી

શાળામાં બાળકોએ રીંગણ-બટાકાનું શાક અને દાળ-ભાત ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે. લગભગ 45 બાળકોની તબિયત બગડી છે. જો કે 45માંથી 30 બાળકોને પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે. જ્યારે બે વિદ્યાર્થીઓને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ધોરણ-9ના બે વિદ્યાર્થીઓ સિવિલમાં સારવાર હેઠળ છે.

ઉમરપાડા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી

હાલમાં તલાટી કમ મંત્રીએ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ રિપોર્ટ કર્યો છે. ત્યારે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉમરપાડા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ કરી હતી. તમને જણાવી દઈએ કે આશ્રમ શાળામાં ધોરણ 9, 10, 11, 12ના 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલમાં પ્રથમ પરીક્ષા ચાલી રહી છે.

ગઈકાલે પાલીતાણામાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી

પાલીતાણાના જામવાળી 2 ગામે 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા ઉલ્ટી થયા હતા. શિક્ષિકાના જન્મ દિવસે ભોજન આરોગ્યા બાદ બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. 120 બાળકોમાંથી 23 બાળકોને સામાન્ય અસર થઈ હતી. જો કે ઘટના બાદ આરોગ્યની ટીમ જામવાળી 2 ગામે પહોંચી હતી. જો કે હાલમાં તમામ બાળકોની તબિયતમાં સુધારો છે અને સામાન્ય અસર હોવાનું આરોગ્ય વિભાગે નિવેદન આપ્યું હતું. તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી.

જામનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ

જામનગરમાં જન આરોગ્ય સાથે ચેડા યથાવત રહ્યા છે. કારણ કે, ફુડ સેફટી પખવાડિયા અંતર્ગત મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં નાઘેડીમાં આવેલા લક્ષ્મી ગૃહ ઉધોગમાં ખાઘપદાર્થ, પામોલીન તેલ વાપરી પૂજન સામગ્રીવાળું ઘી બનાવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતાં 91 કીલો ઘી કિંમત રૂ. 23000નો જથ્થો સીઝ કરાયો હતો. તદઉપરાંત ફુડશાખા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, દુકાન અને પેઢીમાંથી દૂધ, પનીર, મીઠાઇ, ઘી, સૂકામેવા, તેલ, મસાલા સહિત અન્ય ખાદ્યપદાર્થના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.