Surat : ઉધનામાં બીઆરટીએસ બસનો કાચ તોડી ધમકી આપનાર આરોપી પોલીસના સકંજા
સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર-ક્લીનર સાથે ઝઘડો કરનાર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ મોપેડ ચોરી, તેમજ મોબાઈલ અને ચેઈન સ્નેચિગના મળી કુલ 5 ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કુલ 2.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.મળતી માહિતી મુજબ સુરતના ઉધના પોલીસની ટીમે ઉધના નવસારી મેઈન રોડ લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બીઆરટીએસ બસનો કાચ તોડી બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરી ચપ્પુ બતાવી ધમકી આપી નાસી જનાર 23 વર્ષનો આરોપી શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોપેડ તેમજ રેમ્બો છરો, એક મોબાઈલ ફોન અને તૂટેલી હાલતમાં બે સોનાની ચેઈન મળી આવી હતી પોલીસે તેની પૂછપરછ કરતા મોપેડ ગોડાદરા નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાનું તથા મોબાઈલ ફોન પુણા ભૈયા નગર પાસે રોડ પરથી તફડાવ્યો હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત ગોડાદરા નિધિ ટેક્સટાઈલ રોડ પરથી અને સલાબતપુરા આંજણા ઉમરવાડા એચટીસી માર્કેટ રોડ ઉપરથી સોનાની ચેઈન સ્નેચિગ કરી હોવાની પણ કબુલાત કરી હતી, પોલીસ તપાસમાં ઉધનામાં બસ ડ્રાઈવર સાથે ઝઘડો કરી બસનો કાચ તોડવાનો ગુનો તથા ગોડાદરામાંથી મોપેડ ચોરી અને મોબાઈલ અને ચેઈન સ્નેચિગ મળી કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 2.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર-ક્લીનર સાથે ઝઘડો કરનાર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ મોપેડ ચોરી, તેમજ મોબાઈલ અને ચેઈન સ્નેચિગના મળી કુલ 5 ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કુલ 2.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ સુરતના ઉધના પોલીસની ટીમે ઉધના નવસારી મેઈન રોડ લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બીઆરટીએસ બસનો કાચ તોડી બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરી ચપ્પુ બતાવી ધમકી આપી નાસી જનાર 23 વર્ષનો આરોપી શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોપેડ તેમજ રેમ્બો છરો, એક મોબાઈલ ફોન અને તૂટેલી હાલતમાં બે સોનાની ચેઈન મળી આવી હતી
પોલીસે તેની પૂછપરછ કરતા મોપેડ ગોડાદરા નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાનું તથા મોબાઈલ ફોન પુણા ભૈયા નગર પાસે રોડ પરથી તફડાવ્યો હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત ગોડાદરા નિધિ ટેક્સટાઈલ રોડ પરથી અને સલાબતપુરા આંજણા ઉમરવાડા એચટીસી માર્કેટ રોડ ઉપરથી સોનાની ચેઈન સ્નેચિગ કરી હોવાની પણ કબુલાત કરી હતી, પોલીસ તપાસમાં ઉધનામાં બસ ડ્રાઈવર સાથે ઝઘડો કરી બસનો કાચ તોડવાનો ગુનો તથા ગોડાદરામાંથી મોપેડ ચોરી અને મોબાઈલ અને ચેઈન સ્નેચિગ મળી કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 2.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.