Suratમા મેટ્રોના સ્પાનમાં તિરાડ પડવાને લઈ કોન્ટ્રાક્ટર એજન્સીને શોકોઝ નોટિસ ફટકારાઈ

બે દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકિદ કરાઇ રી-સ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે સારોલીમાં મેટ્રો રેલનાં પિલરનો સ્પાન તૂટી ગયો હતો સુરતમાં મેટ્રોના સ્પાનમાં તિરાડ પડવાને લઈ તંત્રએ કોન્ટ્રાકટર એજન્સી દિલીપ બિલ્ડકોનને શોકોઝ નોટિસ ફટકારી છે,આ સ્પાનમાં સ્ટ્રેસિંગ બાદ 24 કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી,સાથે સાથે બે દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકિદ કરાઇ છે,અને સ્પાન રીસ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામં આવશે. નોટિસ આપી જવાબ રજૂ કરવા કીધુ મેટ્રો રેલનો સ્પાન તૂટી જવાનાં કિસ્સામાં કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે,ગઈકાલે સુરતના સારોલી ખાતે મેટ્રો રેલનાં પીલરનો સ્પાન એક તરફ નમી ગયો હતો જેના કારણે દોડધામ મચી હતી.ટ્રેકમાં પીલર નંબર ૭૪૭ અને ૭૪૮ વચ્ચે નાંખવામાં આવેલાં સ્પાનમાં તિરાડ,સ્ટ્રેસિંગ બાદ ૨૪ કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી તો સ્થાનિકોને આ બાબતે ધ્યાન જતા તંત્રનું ધ્યાન દોર્યું હતું અને તંત્રએ તાત્કાલિકના ધોરણે નોટિસ આપી જવાબ રજૂ કરવા કીધુ હતુ.શું કહેવું છે જનરલ મેનેજરનું જનરલ મેનેજરનું કહેવું છે કે,સ્પાન તૈયાર થયા પછી તેને નિરીક્ષણ કરવા માટે રાખવામાં આવે છે આ બાબતે કોઈ જાનહાની થઈ નથી,સાથે સાથે જો કોઈ વધુ તકલીફ હશે તો નવો સ્પાન તૈયાર કરવામાં આવશે,હજી કામગીરી શરૂ કરવામાં આવી છે આ રૂટ પર કોઈ ટ્રેન હજી દોડતી નથી. તિરાડ પડી બ્રિજ નમ્યો સુરતના સરોલીમાં મેટ્રો બ્રિજને લઈ કામગીરી ચાલી રહી છે ત્યારે ગઈકાલા સાંજે બ્રિજની એક તરફનો ભાગ તિરાડ પડવાની સાથે થોડો નમી ગયો હતો જેને કારણે દોડધામ મચી હતી.લોકોના ટોળા ઘટના સ્થળે જોવા માટે ઉમટી પડયા હતા,તો લોકમુખે એવી પણ ચર્ચાઓ થતી હતી કે બ્રિજ પર ગાબડા અને રોડ ખરાબની સમસ્યા તો છે હવે બાકી રહેતું હતું તો મેટ્રોમાં પણ તિરાડો પડવા લાગી છે.કરોડો રૂપિયાના ખર્ચે આ મેટ્રો ટ્રેનનો કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.  

Suratમા મેટ્રોના સ્પાનમાં તિરાડ પડવાને લઈ કોન્ટ્રાક્ટર એજન્સીને શોકોઝ નોટિસ ફટકારાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકિદ કરાઇ
  • રી-સ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે
  • સારોલીમાં મેટ્રો રેલનાં પિલરનો સ્પાન તૂટી ગયો હતો

સુરતમાં મેટ્રોના સ્પાનમાં તિરાડ પડવાને લઈ તંત્રએ કોન્ટ્રાકટર એજન્સી દિલીપ બિલ્ડકોનને શોકોઝ નોટિસ ફટકારી છે,આ સ્પાનમાં સ્ટ્રેસિંગ બાદ 24 કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી,સાથે સાથે બે દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકિદ કરાઇ છે,અને સ્પાન રીસ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામં આવશે.

નોટિસ આપી જવાબ રજૂ કરવા કીધુ

મેટ્રો રેલનો સ્પાન તૂટી જવાનાં કિસ્સામાં કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે,ગઈકાલે સુરતના સારોલી ખાતે મેટ્રો રેલનાં પીલરનો સ્પાન એક તરફ નમી ગયો હતો જેના કારણે દોડધામ મચી હતી.ટ્રેકમાં પીલર નંબર ૭૪૭ અને ૭૪૮ વચ્ચે નાંખવામાં આવેલાં સ્પાનમાં તિરાડ,સ્ટ્રેસિંગ બાદ ૨૪ કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી તો સ્થાનિકોને આ બાબતે ધ્યાન જતા તંત્રનું ધ્યાન દોર્યું હતું અને તંત્રએ તાત્કાલિકના ધોરણે નોટિસ આપી જવાબ રજૂ કરવા કીધુ હતુ.


શું કહેવું છે જનરલ મેનેજરનું

જનરલ મેનેજરનું કહેવું છે કે,સ્પાન તૈયાર થયા પછી તેને નિરીક્ષણ કરવા માટે રાખવામાં આવે છે આ બાબતે કોઈ જાનહાની થઈ નથી,સાથે સાથે જો કોઈ વધુ તકલીફ હશે તો નવો સ્પાન તૈયાર કરવામાં આવશે,હજી કામગીરી શરૂ કરવામાં આવી છે આ રૂટ પર કોઈ ટ્રેન હજી દોડતી નથી.

તિરાડ પડી બ્રિજ નમ્યો

સુરતના સરોલીમાં મેટ્રો બ્રિજને લઈ કામગીરી ચાલી રહી છે ત્યારે ગઈકાલા સાંજે બ્રિજની એક તરફનો ભાગ તિરાડ પડવાની સાથે થોડો નમી ગયો હતો જેને કારણે દોડધામ મચી હતી.લોકોના ટોળા ઘટના સ્થળે જોવા માટે ઉમટી પડયા હતા,તો લોકમુખે એવી પણ ચર્ચાઓ થતી હતી કે બ્રિજ પર ગાબડા અને રોડ ખરાબની સમસ્યા તો છે હવે બાકી રહેતું હતું તો મેટ્રોમાં પણ તિરાડો પડવા લાગી છે.કરોડો રૂપિયાના ખર્ચે આ મેટ્રો ટ્રેનનો કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.