Gujarat Rain : રાજયમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં અગામી સાત દિવસ રાજયમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને લઈ રહેશે વરસાદ.રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે.હાલ વરસાદની સિસ્ટમ રાજસ્થાનમાં અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે,ત્યારે ગાંધીનગરમાં પણ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે,મધ્યમપ્રદેશમા સારો વરસાદ હોવાથી પંચમહાલ અને ગોધરામાં સારો વરસાદ પડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,હાલમાં વરસાદની સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર પાસે સક્રિય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આજે કયા પડી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી મૂજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કયા પડી શકે છે વરસાદ 13 ઓગસ્ટ મંગળવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ એની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.61 પર પહોંચી ગઈ છે. ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલતાં હજુ 2 લાખ 73 હજાર 900 ક્યૂસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ એની મહત્તમ સપાટીએ પહોંચવામાં 3.2 મીટર બાકી છે.

Gujarat Rain : રાજયમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
  • રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં અગામી સાત દિવસ રાજયમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને લઈ રહેશે વરસાદ.રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હાલ વરસાદની સિસ્ટમ રાજસ્થાનમાં

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે,ત્યારે ગાંધીનગરમાં પણ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે,મધ્યમપ્રદેશમા સારો વરસાદ હોવાથી પંચમહાલ અને ગોધરામાં સારો વરસાદ પડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,હાલમાં વરસાદની સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર પાસે સક્રિય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

આજે કયા પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી મૂજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે કયા પડી શકે છે વરસાદ

13 ઓગસ્ટ મંગળવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમ મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં

ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ એની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.61 પર પહોંચી ગઈ છે. ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલતાં હજુ 2 લાખ 73 હજાર 900 ક્યૂસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ એની મહત્તમ સપાટીએ પહોંચવામાં 3.2 મીટર બાકી છે.