Suratમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા

રાજ્યમાં દિવસેને દિવસે ગંભીર ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં વડોદરા બાદ સુરત જિલ્લામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેને લઈ ફરીથી પોલીસ દોડતી થઈ ગઈ છે.નરાધમોએ સગીરાના મિત્રને માર મારી ભગાડી મુક્યો સુરતના માંગરોળના મોટા બોરસરા નજીક એક સગીરા અને તેના મિત્ર ફરવા આવ્યા હતા. રાત્રીના 11 વાગ્યા દરમ્યાન આઈસ્ક્રીમ ખાધા બાદ તેઓ પેટ્રોલ ભરાવી પરત ફરી બેઠા હતા અને તે સમય દરમ્યાન ત્રણ હવસખોર આવી પહોંચ્યા હતા. સગીરાના મિત્રને મારમારી ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યારે સગીરાનો મિત્ર નજીકમાં આવેલા મોટા બોરસરા ગામ નજીક પહોંચ્યો અને લોકોએ સગીરા અને મિત્રને બચાવી લીધા હતા અને નરાધમો ત્યાંથી ખેતરના માર્ગે નાસી છૂટ્યા હતા. પોલીસની અલગ અલગ એજન્સી દોડતી થઈ સ્થાનિકો સ્થળ પર દોડી આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસ ગુનાની ગંભીરતાને સમજી અલગ અલગ ટીમો બનાવી આસપાસ ખેતરો ખૂંદી રહી હતી. સુરત જિલ્લા SOG, LCB, FSL, ડોગ સ્કવોર્ડ સહિત સુરત જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈ.જી ટીમ રાત્રે સ્થળ પર પહોંચી હતી. અલગ અલગ ટીમો સ્થળ અને ગ્રામ્ય તેમજ આસપાસના માર્ગોના સીસીટીવી ફૂટેજ સહિત ટેક્નિકલ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ ટીમ તાબડતોબ કાર્યરત કરી હતી. પોલીસે અલગ અલગ કલમોનો કર્યો ઉમેર્યો પોલીસે ગણતરીના કલાકોમાં વિવિધ એજન્સી સાથે મળીને શંકાસ્પદનો ઝડપી લીધા હતા. સ્થળ નજીકથી અવાવરું જગ્યાએથી એક શંકાસ્પદ બાઈક પણ મળી આવ્યું હતું. પોલીસે હાલ તો બે જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને ફરાર એક આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી દ્વારા સગીરા તેમજ તેના મિત્રનો ફોન ઝૂંટવી લઈ ફેંકી દીધા હતા. પોલીસે આરોપી સામે કલમ 115/2, 53, 309/4, 70/2 126/2, 352/2, 351/3 પોકસો અને લૂંટ સહિતની કલમનો ઉમેરો કર્યો છે અને જેમ બને તેમ જલ્દી ચાર્જશીટ રજુ કરી આરોપીઓને જેમ બને તેમ કડકમાં કડક કાર્યવાહી અને સજા થાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસ માટે સૌથી મહત્વની કડીરૂપ ડોગ સ્કવોર્ડ અને મોબાઈલ એક્સેસ ખુબ જ ઉપયોગી સાબિત થયા હતા. રાત્રિ દરમ્યાન ડોગ સ્ક્વોર્ડ ઘટના સ્થળથી થોડે દુર અવાવરું જગ્યાએથી એક બિન વારસી મોટર સાયકલ સુધી પહોંચ્યું હતું. હાલ તો સુરત જિલ્લા પોલીસને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ત્રણેય પરપ્રાંતીયની ઓળખ કરી પોલીસે ભોગ બનનારને સાથે રાખીને પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Suratમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં દિવસેને દિવસે ગંભીર ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં વડોદરા બાદ સુરત જિલ્લામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેને લઈ ફરીથી પોલીસ દોડતી થઈ ગઈ છે.

નરાધમોએ સગીરાના મિત્રને માર મારી ભગાડી મુક્યો

સુરતના માંગરોળના મોટા બોરસરા નજીક એક સગીરા અને તેના મિત્ર ફરવા આવ્યા હતા. રાત્રીના 11 વાગ્યા દરમ્યાન આઈસ્ક્રીમ ખાધા બાદ તેઓ પેટ્રોલ ભરાવી પરત ફરી બેઠા હતા અને તે સમય દરમ્યાન ત્રણ હવસખોર આવી પહોંચ્યા હતા. સગીરાના મિત્રને મારમારી ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યારે સગીરાનો મિત્ર નજીકમાં આવેલા મોટા બોરસરા ગામ નજીક પહોંચ્યો અને લોકોએ સગીરા અને મિત્રને બચાવી લીધા હતા અને નરાધમો ત્યાંથી ખેતરના માર્ગે નાસી છૂટ્યા હતા.

પોલીસની અલગ અલગ એજન્સી દોડતી થઈ

સ્થાનિકો સ્થળ પર દોડી આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસ ગુનાની ગંભીરતાને સમજી અલગ અલગ ટીમો બનાવી આસપાસ ખેતરો ખૂંદી રહી હતી. સુરત જિલ્લા SOG, LCB, FSL, ડોગ સ્કવોર્ડ સહિત સુરત જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈ.જી ટીમ રાત્રે સ્થળ પર પહોંચી હતી. અલગ અલગ ટીમો સ્થળ અને ગ્રામ્ય તેમજ આસપાસના માર્ગોના સીસીટીવી ફૂટેજ સહિત ટેક્નિકલ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ ટીમ તાબડતોબ કાર્યરત કરી હતી.

પોલીસે અલગ અલગ કલમોનો કર્યો ઉમેર્યો

પોલીસે ગણતરીના કલાકોમાં વિવિધ એજન્સી સાથે મળીને શંકાસ્પદનો ઝડપી લીધા હતા. સ્થળ નજીકથી અવાવરું જગ્યાએથી એક શંકાસ્પદ બાઈક પણ મળી આવ્યું હતું. પોલીસે હાલ તો બે જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને ફરાર એક આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી દ્વારા સગીરા તેમજ તેના મિત્રનો ફોન ઝૂંટવી લઈ ફેંકી દીધા હતા. પોલીસે આરોપી સામે કલમ 115/2, 53, 309/4, 70/2 126/2, 352/2, 351/3 પોકસો અને લૂંટ સહિતની કલમનો ઉમેરો કર્યો છે અને જેમ બને તેમ જલ્દી ચાર્જશીટ રજુ કરી આરોપીઓને જેમ બને તેમ કડકમાં કડક કાર્યવાહી અને સજા થાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસ માટે સૌથી મહત્વની કડીરૂપ ડોગ સ્કવોર્ડ અને મોબાઈલ એક્સેસ ખુબ જ ઉપયોગી સાબિત થયા હતા. રાત્રિ દરમ્યાન ડોગ સ્ક્વોર્ડ ઘટના સ્થળથી થોડે દુર અવાવરું જગ્યાએથી એક બિન વારસી મોટર સાયકલ સુધી પહોંચ્યું હતું. હાલ તો સુરત જિલ્લા પોલીસને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ત્રણેય પરપ્રાંતીયની ઓળખ કરી પોલીસે ભોગ બનનારને સાથે રાખીને પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.