Ahmedabad: AMC રૂ.7,038 કરોડની જંગી આવક રૂ.1,458 કરોડની વિક્રમી રેવન્યૂ પુરાંત
AMC દ્વારા આગામી વર્ષના બજેટની કવાયત હાથ ધરતાં પહેલાં ચાલુ નાણાંકીય વર્ષના બજેટના આવક- ખર્ચ સહિતના હિસાબોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે.રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાના ચાલુ વર્ષના રૂ. 12,262 કરોડના જંગી રકમના બજેટમાં રૂ. 7,038 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે અને રૂ. 1,458 કરોડની વિક્રમી રેવન્યુ પુરાંત નોંધાઈ છે. આમ, સરપ્લસ આવકને લીધે શહેરીજનોને સુખાકારી અને વિકાસના પ્રોજેક્ટનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે AMCની રેવન્યુ પુરાંત રૂ.1,100થી રૂ. 1,200 કરોડ જેટલી હોય છે. તા. 31 ડિસેમ્બર, 2024ના અંતે AMCની આવક રૂ. 4,997 કરોડ થઈ હતી અને રૂ. 4,267 કરોડના ખર્ચને બાદ કરતાં રૂ. 730 કરોડની બચત જોવા મળી છે. AMC પર રિવરફ્રન્ટ માટેની લોન અને રૂ. 200 કરોડનાં બોન્ડ સિવાય કોઇ દેવું નથી અને તેની સામે રૂ. 876 કરોડથી વધુ રકમ કેશ ઓન હેન્ડ તથા રોકાણોમાં છે. AMC દ્વારા બોન્ડ પર વાર્ષિક 7.40 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. AMC દ્વારા કરોડો રૂપિયા 7.85 ટકાનાં વ્યાજે બેંકોમાં તથા અન્ય રોકાણોમાં મુકવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષના બજેટ રજૂ કરતાં પહેલાં અગાઉનાં વર્ષનાં હિસાબો ક્લોઝ કરીને મંજૂર કરાય છે. છેલ્લાં બે વર્ષથી AMCની પ્રોપર્ટી ટેકસ, પ્રોફેશનલ ટેક્સમાં સતત વધારો થયો છે, AMC પ્લોટના વેચાણ, B.U., બેટરમેન્ટ ચાર્જ સહિત નોન ટેકસ રેવન્યૂની આવક પણ વધી છે. નાણાં વિભાગના ચીફ્ એકાઉન્ટન્ટ અમીષ શાહે કહ્યું કે, પગાર ખર્ચ ઉપરાંત વીજ બિલ સહિત રેવન્યુ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર સુધીમાં કેપિટલ ખર્ચ રૂ. 3275 કરોડ થયો છે, જે ગત વર્ષે રૂ. 2,900 કરોડ હતો તેમજ રૂ.5,501 કરોડનાં કેપિટલ ખર્ચનો લક્ષ્યાંક હાંસલ થશે. મ્યુનિ. દ્વારા દર મહિને BRTSને 12 કરોડ, AMTSને રૂ.32 કરોડ, SVPને રૂ.17 કરોડ લોન તરીકે આપવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMC દ્વારા આગામી વર્ષના બજેટની કવાયત હાથ ધરતાં પહેલાં ચાલુ નાણાંકીય વર્ષના બજેટના આવક- ખર્ચ સહિતના હિસાબોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે.
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાના ચાલુ વર્ષના રૂ. 12,262 કરોડના જંગી રકમના બજેટમાં રૂ. 7,038 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે અને રૂ. 1,458 કરોડની વિક્રમી રેવન્યુ પુરાંત નોંધાઈ છે. આમ, સરપ્લસ આવકને લીધે શહેરીજનોને સુખાકારી અને વિકાસના પ્રોજેક્ટનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે AMCની રેવન્યુ પુરાંત રૂ.1,100થી રૂ. 1,200 કરોડ જેટલી હોય છે. તા. 31 ડિસેમ્બર, 2024ના અંતે AMCની આવક રૂ. 4,997 કરોડ થઈ હતી અને રૂ. 4,267 કરોડના ખર્ચને બાદ કરતાં રૂ. 730 કરોડની બચત જોવા મળી છે. AMC પર રિવરફ્રન્ટ માટેની લોન અને રૂ. 200 કરોડનાં બોન્ડ સિવાય કોઇ દેવું નથી અને તેની સામે રૂ. 876 કરોડથી વધુ રકમ કેશ ઓન હેન્ડ તથા રોકાણોમાં છે. AMC દ્વારા બોન્ડ પર વાર્ષિક 7.40 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. AMC દ્વારા કરોડો રૂપિયા 7.85 ટકાનાં વ્યાજે બેંકોમાં તથા અન્ય રોકાણોમાં મુકવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષના બજેટ રજૂ કરતાં પહેલાં અગાઉનાં વર્ષનાં હિસાબો ક્લોઝ કરીને મંજૂર કરાય છે. છેલ્લાં બે વર્ષથી AMCની પ્રોપર્ટી ટેકસ, પ્રોફેશનલ ટેક્સમાં સતત વધારો થયો છે, AMC પ્લોટના વેચાણ, B.U., બેટરમેન્ટ ચાર્જ સહિત નોન ટેકસ રેવન્યૂની આવક પણ વધી છે. નાણાં વિભાગના ચીફ્ એકાઉન્ટન્ટ અમીષ શાહે કહ્યું કે, પગાર ખર્ચ ઉપરાંત વીજ બિલ સહિત રેવન્યુ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર સુધીમાં કેપિટલ ખર્ચ રૂ. 3275 કરોડ થયો છે, જે ગત વર્ષે રૂ. 2,900 કરોડ હતો તેમજ રૂ.5,501 કરોડનાં કેપિટલ ખર્ચનો લક્ષ્યાંક હાંસલ થશે. મ્યુનિ. દ્વારા દર મહિને BRTSને 12 કરોડ, AMTSને રૂ.32 કરોડ, SVPને રૂ.17 કરોડ લોન તરીકે આપવામાં આવે છે.