Ahmedabad: ફિટનેશ સેન્ટર 22 કિ.મી.દૂર થતાં હવે AMTS-BRTSની 1200 બસોની ફિટનેશનો વિવાદ
વાહનવ્યવહાર વિભાગ દ્વારા સુભાષબ્રિજ આરટીઓ કચેરીથી 22 કિ.મી. દૂર ખાનગી ફિટનેશ સેન્ટરને મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. હવે AMTS-BRTSની 1200 બસોને 22 કિ.મી.દૂર ફિટનેશ સેન્ટર પર લઇ જવાનો પ્રશ્ન ઉભો થતાં વિવાદ સર્જાયો છે.કંપનીના કોન્ટ્રાક્ટરોએ કહ્યું કે, કોઇ વિવાદ નથી. સિસ્ટમ મુજબ લઇ જવાશે. સેન્ટર દૂર પડશે પણ વ્યવસ્થા કરાશે. જ્યારે બસ ચાલકોએ નવી ફિટનેશ વ્યવસ્થા સામે રોષ ઠાલવ્યો હતો.અમદાવાદમાં 5 ફિટનેશ સેન્ટર સહિત રાજ્યમાં 33થી વધુ સેન્ટરો કાર્યરત થયા છે. અમદાવાદમાં પાંચમાંથી ચાર ફિટનેશ સેન્ટર વસ્ત્રાલ આરટીઓ હદમાં શરુ થયા છે અને એક બાવળા ખાતે સેન્ટર શરુ થશે. બીજીબાજુ બાકરોલ ખાતેના એક ફિટનેસ સેન્ટરને સુભાષબ્રિજ આરટીઓના કોમર્શીયલ વાહનોના ફિટનેશની મંજૂરી આપી દેવાતા પશ્ચિમના વેપારી સંગઠનોએ વિરોધ દર્શાવ્યો હતો. વસ્ત્રાલ એઆરટીઓ હદમાંથી સુભાષબ્રિજ આરટીઓની હદમાં મંજૂરી આપવાનો વિવાદ વકર્યો હતો. વિવાદમાં વિભાગના કેટલાક ઉચ્ચઅધિકારીઓ વિવાદ વચ્ચે સામે પણ આંગળી ચિંધાઇ છે. કારણકે, બાકરોલના આજ ફિટનેશ સેન્ટરમાં સરકારી વાહનોમાં નિયત ફી કરતાં વધુ ફી લેવા મામલે તપાસ પણ થઇ હતી. પરંતુ પછી ભીનું સંકેલી લેવાયું છે. હવે અન્ય ક્ષતિઓ મામલે સેન્ટર સામે તપાસ ચાલી રહી છે. તપાસ વચ્ચે આજ સેન્ટર પર હવે AMTS અને BRTSની અંદાજે 1200 બસોને લઇ જવાનો પ્રશ્ન સર્જાયો છે. કારણકે, અત્યાર સુધી સવાર અને સાંજના સમયની અનુકળતા મુજબ સુભાષબ્રિજ આરટીઓમાં ફિટનેસ માટે બસ લવાતી હતી. જેના લીધે રૂટ પર કોઇ મુશ્કેલી પડતી નહતી. પરંતુ હવે બસ બાકરોલ લઇ જવાથી રૂટ પર બસની અછત સર્જાવાનો પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે બસના કોન્ટ્રાક્ટરોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, રોજ કેટલીક બસો અનામત રખાય છે. જેથી ફિટનેશ સેન્ટર પર બસ લઇ જવાની થશે તો બસોની ઘટ નહીં પડે. બસના ચાલકોએ કહ્યુંકે, અન્ય ડેપોમાંથી બસ બાકરોલ લઇ જવાની સમસ્યા સર્જાશે. કોન્ટ્રાક્ટરોને વાંધો હોય નહીં તો અમને પણ કોઇ વાંધો નથી. ખરેખર આ અંગે વાહનવ્યવહાર વિભાગનું ધ્યાન દોરવું જોઇએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાહનવ્યવહાર વિભાગ દ્વારા સુભાષબ્રિજ આરટીઓ કચેરીથી 22 કિ.મી. દૂર ખાનગી ફિટનેશ સેન્ટરને મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. હવે AMTS-BRTSની 1200 બસોને 22 કિ.મી.દૂર ફિટનેશ સેન્ટર પર લઇ જવાનો પ્રશ્ન ઉભો થતાં વિવાદ સર્જાયો છે.
કંપનીના કોન્ટ્રાક્ટરોએ કહ્યું કે, કોઇ વિવાદ નથી. સિસ્ટમ મુજબ લઇ જવાશે. સેન્ટર દૂર પડશે પણ વ્યવસ્થા કરાશે. જ્યારે બસ ચાલકોએ નવી ફિટનેશ વ્યવસ્થા સામે રોષ ઠાલવ્યો હતો.અમદાવાદમાં 5 ફિટનેશ સેન્ટર સહિત રાજ્યમાં 33થી વધુ સેન્ટરો કાર્યરત થયા છે. અમદાવાદમાં પાંચમાંથી ચાર ફિટનેશ સેન્ટર વસ્ત્રાલ આરટીઓ હદમાં શરુ થયા છે અને એક બાવળા ખાતે સેન્ટર શરુ થશે. બીજીબાજુ બાકરોલ ખાતેના એક ફિટનેસ સેન્ટરને સુભાષબ્રિજ આરટીઓના કોમર્શીયલ વાહનોના ફિટનેશની મંજૂરી આપી દેવાતા પશ્ચિમના વેપારી સંગઠનોએ વિરોધ દર્શાવ્યો હતો. વસ્ત્રાલ એઆરટીઓ હદમાંથી સુભાષબ્રિજ આરટીઓની હદમાં મંજૂરી આપવાનો વિવાદ વકર્યો હતો. વિવાદમાં વિભાગના કેટલાક ઉચ્ચઅધિકારીઓ વિવાદ વચ્ચે સામે પણ આંગળી ચિંધાઇ છે. કારણકે, બાકરોલના આજ ફિટનેશ સેન્ટરમાં સરકારી વાહનોમાં નિયત ફી કરતાં વધુ ફી લેવા મામલે તપાસ પણ થઇ હતી. પરંતુ પછી ભીનું સંકેલી લેવાયું છે. હવે અન્ય ક્ષતિઓ મામલે સેન્ટર સામે તપાસ ચાલી રહી છે.
તપાસ વચ્ચે આજ સેન્ટર પર હવે AMTS અને BRTSની અંદાજે 1200 બસોને લઇ જવાનો પ્રશ્ન સર્જાયો છે. કારણકે, અત્યાર સુધી સવાર અને સાંજના સમયની અનુકળતા મુજબ સુભાષબ્રિજ આરટીઓમાં ફિટનેસ માટે બસ લવાતી હતી. જેના લીધે રૂટ પર કોઇ મુશ્કેલી પડતી નહતી. પરંતુ હવે બસ બાકરોલ લઇ જવાથી રૂટ પર બસની અછત સર્જાવાનો પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે બસના કોન્ટ્રાક્ટરોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, રોજ કેટલીક બસો અનામત રખાય છે. જેથી ફિટનેશ સેન્ટર પર બસ લઇ જવાની થશે તો બસોની ઘટ નહીં પડે. બસના ચાલકોએ કહ્યુંકે, અન્ય ડેપોમાંથી બસ બાકરોલ લઇ જવાની સમસ્યા સર્જાશે. કોન્ટ્રાક્ટરોને વાંધો હોય નહીં તો અમને પણ કોઇ વાંધો નથી. ખરેખર આ અંગે વાહનવ્યવહાર વિભાગનું ધ્યાન દોરવું જોઇએ.