Gir Somnathના વેરાવળને મળશે નવું નજરાણું, બનશે નવો બીચ

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રૂ. 134 લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે વેરાવળમાં સામાન્ય નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિકોને હવે બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી લાંબા નહિ થવું પડે. વેરાવળના સ્થાનિકો માટે દરિયાકિનારા જેવો આનંદ લેવા એક નવું નજરાણું ઉભું કરવામાં આવ્યું છે. હવે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે.બીચ પર થતી મસ્તીનો આનંદ માણવા આગામી સમયમાં બોટિંગ જેવી પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવશે.નાગરિકોને મોર્નિંગ વૉક માટેનો સારો વૉક-વે મળે અને નાગરિકોને મનોરંજન માટેનું નવું સરનામું મળશે.આ રસ્તાને સુંદર બનાવવા ઉપરાંત સ્ટ્રિટલાઈટ્સ, હાઈમાસ્ટ ટાવર સહિતની સુવિધાઓ વિકસાવમાં આવશે.આ ઉપરાંત પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રીપ્લાન્ટેશન નું પણ કામ હાથ ધરવામાં આવશે.વધુમાં આ પ્રસંગે કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે વેરાવળમાં આવેલ દરિયાકિનારાને વધુ સુગમ બનાવવામાં આવશે. વેરાવળના તોફાની દરિયાના પાણીના પ્રકોપ ઉપરાંત સ્થાનિકો માટે તે એક આનંદનું નવું સ્થાન બને તેવા ઉદેશ્ય સાથે આ આયોજન હાથ ધરાયું છે. આફતમાં અવસર શોધવાની ગુજરાતીઓની મનોવૃત્તિ છે. અને આથી જ વેરાવળના દરિયો સ્થાનિકો માટે વધુ સુગમ અને આનંદપ્રમોદનું માધ્યમ બને તે બાબત ધ્યાનમાં રાખી ચોપાટી વિસ્તારનો વિકાસ હાથ ધર્યો. મોટાભાગના ગુજરાતીઓ દરિયાનો આનંદ લેવા મુંબઈ અથવા તો પછી સોમનાથની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને યુવાઓને દરિયામાં થતી સાહસકિ પ્રવૃત્તિઓ અને દરિયા સાથે રમવાનો અનેરો આનંદ આવતો હોય છે. આગામી એક મહિનાની અંદર વેરાવળના ચોપાટી વિસ્તારનો બીચ સમાન વિકાસ કરવામાં આવશે. ચોપાટી વિસ્તારમાં યુવાનો ઉપરાંત બાળકો અને વયસ્કોને ધ્યાનમાં રાખી વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરાશે.ચોપાટી વિસ્તારને વધુ વિસ્તૃત કરી રસ્તાઓને સુંદર બનાવશે તેમજ વોક-વે પણ બનાવવામાં આવશે અને સ્ટ્રિટ લાઈટસ, હાઈમાસ્ટર ટાવર સહિતની સુવિધાઓ વિકસાવવી સ્થાનિકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.ત્રિવેણી સંગમ રોડ પર જિલ્લા કલેક્ટર દ્વારા બે વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું હતું.વેરાવળના સ્થાનિકોને સત્વરે સુવિધા મળે તે હેતુથી તાકિદના ધોરણે કામને મંજૂરી આપતા ઝડપી કામગીરી હાથ ધરાઈ. વેરાવળ પર બીચનો આનંદ માણવા સાથે વૈશ્વિક કક્ષાએ થતી સ્પર્ધાઓનું આયોજન કરવાની દિશામાં તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. મુંબઈનો બીચ હોય કે પછી સોમનાથનો બીચ નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકોને બીચ પર ફરવું વધુ પસંદ હોય છે. બાળકોને એડવેન્ચરનો આનંદ મળે માટે ઊંટ ગાડી તેમજ ઘોડાની સવારી જેવી એક્ટિવટીવટી પણ હાથ ધરાશે. વેરાવળ બીચ બનતા સ્થાનિકોને આનંદ મળવા સાથે મુલાકાતીઓ વધતા લોકો માટો રોજગારીની તકો વધશે. 

Gir Somnathના વેરાવળને મળશે નવું નજરાણું, બનશે નવો બીચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રૂ. 134 લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે વેરાવળમાં સામાન્ય નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

સ્થાનિકોને હવે બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી લાંબા નહિ થવું પડે. વેરાવળના સ્થાનિકો માટે દરિયાકિનારા જેવો આનંદ લેવા એક નવું નજરાણું ઉભું કરવામાં આવ્યું છે. હવે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે.બીચ પર થતી મસ્તીનો આનંદ માણવા આગામી સમયમાં બોટિંગ જેવી પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવશે.

નાગરિકોને મોર્નિંગ વૉક માટેનો સારો વૉક-વે મળે અને નાગરિકોને મનોરંજન માટેનું નવું સરનામું મળશે.આ રસ્તાને સુંદર બનાવવા ઉપરાંત સ્ટ્રિટલાઈટ્સ, હાઈમાસ્ટ ટાવર સહિતની સુવિધાઓ વિકસાવમાં આવશે.આ ઉપરાંત પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રીપ્લાન્ટેશન નું પણ કામ હાથ ધરવામાં આવશે.વધુમાં આ પ્રસંગે કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે વેરાવળમાં આવેલ દરિયાકિનારાને વધુ સુગમ બનાવવામાં આવશે. વેરાવળના તોફાની દરિયાના પાણીના પ્રકોપ ઉપરાંત સ્થાનિકો માટે તે એક આનંદનું નવું સ્થાન બને તેવા ઉદેશ્ય સાથે આ આયોજન હાથ ધરાયું છે. આફતમાં અવસર શોધવાની ગુજરાતીઓની મનોવૃત્તિ છે. અને આથી જ વેરાવળના દરિયો સ્થાનિકો માટે વધુ સુગમ અને આનંદપ્રમોદનું માધ્યમ બને તે બાબત ધ્યાનમાં રાખી ચોપાટી વિસ્તારનો વિકાસ હાથ ધર્યો.

મોટાભાગના ગુજરાતીઓ દરિયાનો આનંદ લેવા મુંબઈ અથવા તો પછી સોમનાથની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને યુવાઓને દરિયામાં થતી સાહસકિ પ્રવૃત્તિઓ અને દરિયા સાથે રમવાનો અનેરો આનંદ આવતો હોય છે.

આગામી એક મહિનાની અંદર વેરાવળના ચોપાટી વિસ્તારનો બીચ સમાન વિકાસ કરવામાં આવશે. ચોપાટી વિસ્તારમાં યુવાનો ઉપરાંત બાળકો અને વયસ્કોને ધ્યાનમાં રાખી વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરાશે.ચોપાટી વિસ્તારને વધુ વિસ્તૃત કરી રસ્તાઓને સુંદર બનાવશે તેમજ વોક-વે પણ બનાવવામાં આવશે અને સ્ટ્રિટ લાઈટસ, હાઈમાસ્ટર ટાવર સહિતની સુવિધાઓ વિકસાવવી સ્થાનિકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.ત્રિવેણી સંગમ રોડ પર જિલ્લા કલેક્ટર દ્વારા બે વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું હતું.

વેરાવળના સ્થાનિકોને સત્વરે સુવિધા મળે તે હેતુથી તાકિદના ધોરણે કામને મંજૂરી આપતા ઝડપી કામગીરી હાથ ધરાઈ. વેરાવળ પર બીચનો આનંદ માણવા સાથે વૈશ્વિક કક્ષાએ થતી સ્પર્ધાઓનું આયોજન કરવાની દિશામાં તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. મુંબઈનો બીચ હોય કે પછી સોમનાથનો બીચ નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકોને બીચ પર ફરવું વધુ પસંદ હોય છે. બાળકોને એડવેન્ચરનો આનંદ મળે માટે ઊંટ ગાડી તેમજ ઘોડાની સવારી જેવી એક્ટિવટીવટી પણ હાથ ધરાશે. વેરાવળ બીચ બનતા સ્થાનિકોને આનંદ મળવા સાથે મુલાકાતીઓ વધતા લોકો માટો રોજગારીની તકો વધશે.