Suratમાં પ્રેમીને મળી તાલીબાની સજા, પ્રેમિકાને મળવા જતા થાંભલે બાંધી માર્યો માર

સુરતમાં પ્રેમી પ્રેમિકાને મળવા ગયા અને તેને મળી તાલિબાની સજા,સુરતના ડિંડોલીમાં આ ઘટના બની હતી જેમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે પ્રેમિકાના પરિવારજનોએ યુવકને થાંભલે બાંધ્યો અને લોખડના સળિયા અને બેલ્ટથી માર માર્યો હતો,ત્યારે ડિંડોલી પોલીસે વીડિયોના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમિકાને મળવા જતા પ્રેમીને ઝડપીને માર્યો ઘણીવાર સમાજમાં એવા કિસ્સા બનતા હોય છે કે પ્રેમિકાને પ્રેમી મળવા જતો હોય અને પરિવારનો કોઈ સભ્ય જોઈ જાય તો તેને માર મારવામાં આવે છે,આવો જ એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં બન્યો હતો કે જેમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકને પરિવારના સભ્યો ઝડપીને માર મારે છે યુવક બચાવો-બચાવો બુમો પાડે છે પણ કોઈ તેને છોડાવતું નથી આ ઘટનામાં બે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે આવી ઘટનાઓ સમાજમાં અવાર-નવાર બનતી હોય છે. ડિંડોલી પોલીસે વાયરલ વીડિયોના આધારે કરી કાર્યવાહી ડિંડોલી વિસ્તારમાં પ્રેમીને મળી તાલિબાની સજા,યુવતીને મળવા આવેલા યુવકને યુવતીના પરિવારે પકડી માર માર્યો છે અને થાંભલે બે હાથ બાંધી દીધા ત્યારબાદ પટ્ટા અને લોંખડના સળીયા વડે માર મારવામાં આવ્યો છે,યુવકને માર મારતો વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડયા છે,પોલીસે પણ એવી સર્વિસ કરી છે કે આરોપીઓને ચાલવાના પણ ફાંફા પડી ગયા છે. દાહોદમાં પણ એક મહિના પહેલા આવી ઘટના બની હતી દાહોદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી હતી અહીં એક મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા મળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું હતુ કે, આ મહિલા પરિણિત હતી અને તેને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારવામાં આવ્યો અને તાલીબાની સજા આપવામાં આવી હતી. વાત છે, સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર હોવાનો વીડિયો સામે આવ્યું હતુ.

Suratમાં પ્રેમીને મળી તાલીબાની સજા, પ્રેમિકાને મળવા જતા થાંભલે બાંધી માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પ્રેમી પ્રેમિકાને મળવા ગયા અને તેને મળી તાલિબાની સજા,સુરતના ડિંડોલીમાં આ ઘટના બની હતી જેમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે પ્રેમિકાના પરિવારજનોએ યુવકને થાંભલે બાંધ્યો અને લોખડના સળિયા અને બેલ્ટથી માર માર્યો હતો,ત્યારે ડિંડોલી પોલીસે વીડિયોના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રેમિકાને મળવા જતા પ્રેમીને ઝડપીને માર્યો

ઘણીવાર સમાજમાં એવા કિસ્સા બનતા હોય છે કે પ્રેમિકાને પ્રેમી મળવા જતો હોય અને પરિવારનો કોઈ સભ્ય જોઈ જાય તો તેને માર મારવામાં આવે છે,આવો જ એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં બન્યો હતો કે જેમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકને પરિવારના સભ્યો ઝડપીને માર મારે છે યુવક બચાવો-બચાવો બુમો પાડે છે પણ કોઈ તેને છોડાવતું નથી આ ઘટનામાં બે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે આવી ઘટનાઓ સમાજમાં અવાર-નવાર બનતી હોય છે.

ડિંડોલી પોલીસે વાયરલ વીડિયોના આધારે કરી કાર્યવાહી

ડિંડોલી વિસ્તારમાં પ્રેમીને મળી તાલિબાની સજા,યુવતીને મળવા આવેલા યુવકને યુવતીના પરિવારે પકડી માર માર્યો છે અને થાંભલે બે હાથ બાંધી દીધા ત્યારબાદ પટ્ટા અને લોંખડના સળીયા વડે માર મારવામાં આવ્યો છે,યુવકને માર મારતો વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડયા છે,પોલીસે પણ એવી સર્વિસ કરી છે કે આરોપીઓને ચાલવાના પણ ફાંફા પડી ગયા છે.

દાહોદમાં પણ એક મહિના પહેલા આવી ઘટના બની હતી

દાહોદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી હતી અહીં એક મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા મળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું હતુ કે, આ મહિલા પરિણિત હતી અને તેને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારવામાં આવ્યો અને તાલીબાની સજા આપવામાં આવી હતી. વાત છે, સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર હોવાનો વીડિયો સામે આવ્યું હતુ.