Suratમાં પૂજાની સામગ્રી સાથે પરિવારે કેનાલમાં ભૂલથી 2 લાખ પધરાવ્યા, જુઓ Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં પરિવારે પૈસા શોધવા માટે ફાયર વિભાગની લીધી મદદ અને ફાયર જવાનોએ પૈસા સલામત રીતે પરત આપ્યા, ફાયર બ્રિગેડના બે જવાનોને કાચ વાગતા ઈજાગ્રસ્ત થયા હતા, જોકે, ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી.
પૂજાની સામગ્રી સાથે 2 લાખ પણ પાણીમાં પધરાવી દીધા હતા પરિવારે
પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી.
આ પણ વાંચો : Womens Day 2026 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા હેલ્પ ડેસ્ક ન્યાય અને સુરક્ષાનું સરનામું બન્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

