Suratમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
સુરતમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં એક મુસાફરનું મોત થયું છે,હજીરામાં અકસ્માત બાદ ડમ્પર અને બસે પલટી મારી હતી,ખાનગી કંપનીની બસમાં 50થી વધુ લોકો સવાર હતા અને આ ઘટના બની હતી,ઘટનાની જાણ થતા 8 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક વ્યકિતનું મોત વહેલી સવારે હજીરા વિસ્તારમાં બસ અને ડમ્પર સામ-સામે ભટકાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયું છે,મહત્વનની વાત છે કે બસ અને અકસ્માત સામ-સામે ભટકાયા બાદ બન્નેએ પલટી મારી હતી જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મહત્વનું છે કે ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢયા હતા.ત્યારે આ ઘટનામાં પોલીસે પણ તપાસ હાથધરી છે. પોલીસ પહોંચી ઘટના સ્થળે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથધરી હતી,આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર હેઠળ ખસેડયા હતા,પોલીસે તમામ લોકોના નિવેદન લીધા છે જેમાં જે લોકો ઈજાગ્રસ્ત છે તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,તમામ લોકોને વધુ ઈજા પહોંચી નથી જે લોકોને સામાન્ય ઈજા હતી તે લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે,પોલીસે પણ આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે. ગઈકાલે વેડ રોડ વિસ્તારમાં પણ સર્જાયો અકસ્માત વેડ રોડ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રસ્તા પર ખાડો ખોદયો હતો. જોકે તંત્રના લાપરવાહ અધિકારીઓ ખાડાની આડે બેરિકેટ મૂકવાનું ભૂલી ગયા હતાં. જેથી રાત્રિના સમયે રિક્ષા લઈને નીકળેલા ચાલકનું ધ્યાન ન રહેતા ખાડો દેખાયો નહોતો. જેથી રિક્ષા સીધી જ ખાડામાં ખાબકી હતી. જેથી રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી.
![Suratમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત](https://epapercdn.sandesh.com/images/2025/02/06/vcar1XLNmIDTpOrfUqDlp9n6u0zq4qcBZFRWjocd.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં એક મુસાફરનું મોત થયું છે,હજીરામાં અકસ્માત બાદ ડમ્પર અને બસે પલટી મારી હતી,ખાનગી કંપનીની બસમાં 50થી વધુ લોકો સવાર હતા અને આ ઘટના બની હતી,ઘટનાની જાણ થતા 8 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક વ્યકિતનું મોત
વહેલી સવારે હજીરા વિસ્તારમાં બસ અને ડમ્પર સામ-સામે ભટકાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયું છે,મહત્વનની વાત છે કે બસ અને અકસ્માત સામ-સામે ભટકાયા બાદ બન્નેએ પલટી મારી હતી જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મહત્વનું છે કે ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢયા હતા.ત્યારે આ ઘટનામાં પોલીસે પણ તપાસ હાથધરી છે.
પોલીસ પહોંચી ઘટના સ્થળે
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથધરી હતી,આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર હેઠળ ખસેડયા હતા,પોલીસે તમામ લોકોના નિવેદન લીધા છે જેમાં જે લોકો ઈજાગ્રસ્ત છે તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,તમામ લોકોને વધુ ઈજા પહોંચી નથી જે લોકોને સામાન્ય ઈજા હતી તે લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે,પોલીસે પણ આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે.
ગઈકાલે વેડ રોડ વિસ્તારમાં પણ સર્જાયો અકસ્માત
વેડ રોડ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રસ્તા પર ખાડો ખોદયો હતો. જોકે તંત્રના લાપરવાહ અધિકારીઓ ખાડાની આડે બેરિકેટ મૂકવાનું ભૂલી ગયા હતાં. જેથી રાત્રિના સમયે રિક્ષા લઈને નીકળેલા ચાલકનું ધ્યાન ન રહેતા ખાડો દેખાયો નહોતો. જેથી રિક્ષા સીધી જ ખાડામાં ખાબકી હતી. જેથી રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી.