Suratની સચિન GIDCમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક યુવતીનું ઘટના સ્થળે મોત
સુરતની સચિન GIDCમાં ગેસ સિલિન્ડર ફાટતા એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે,ગભેણીની રામેશ્વરમ સોસાયટીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.તો ઘટનાના હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે,અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી બચવા આટલું ધ્યાન રાખો ગેસ સિલિન્ડરના વિસ્ફોટને ટાળવા અને તેનાથી બચવા માટે ગૃહિણીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોઈ કર્યા બાદ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરની સ્વીચ બંધ કરી દેવી જોઈએ. જો ગેસ સિલિન્ડર ચાલું રાખવામાં આવે તો ગેસનો બગાડ થાય છે. રસોડાની બારી હંમેશા ખુલ્લી રાખવી જોઈએ. જો બારી બંધ હોય તો ગેસ આખા રૂમમાં પ્રસરી જાય છે. પરિણામે વિસ્ફોટ સર્જાય છે. ગેસ પાઇપ લીક થઈ રહી છે કે નહીં તેની પણ નિયમિતપણે ચકાસણી કરતાં રહેવું જોઈએ. આ માટે, સાબુ પાવડર અને પાણીને મિક્સ કરો અને સાબુનું દ્વાવણ બનાવવું. આ દ્વાવણને હોસપાઈપ, રેગ્યુલેટર, વાલ્વ વગેરે પર લગાવો. જે પણ જગ્યાએ લીકેજ હશે, ત્યાં આ દ્રાવણ મોટા પરપોટા બનાવીને પ્રતિક્રિયા આપશે. આ જગ્યા લીકેજનું સૂચન કરે છે. જેનો જલ્દી નિરાકરણ લાવી દેવું જોઈએ. સિલિન્ડર ક્યારે સમાપ્ત થવા જઈ રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય ?પહેલો રસ્તો એ છે કે જ્યારે તમે ગેસ બર્ન કરો છો, ત્યારે શરૂઆતમાં તમે ગેસને વાદળી સળગતો જોશો. પરંતુ જ્યારે સિલિન્ડર સમાપ્ત થવામાં હોય છે, ત્યારે તે આછો પીળો દેખાવા લાગે છે. જો આવું થાય તો સમજી લો કે તમારો સિલિન્ડર ખતમ થવા જઈ રહ્યું છે. જ્યારે ગેસ સિલિન્ડર સમાપ્ત થવાનો હોય છે, ત્યારે તેની આસપાસ થોડી દૂર્ગંધ આવવા લાગે છે. આ સાથે જો તમે ગેસ સળગાવો છો. અને ગેસને લાઇટ કર્યા પછી તરત જ તમારે આછો કાળો ધુમાડો નીકળતો જોવો જોઈએ. તો સમજી લો કે નવું સિલિન્ડર ભરવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમારું સિલિન્ડર સમાપ્ત થઈ રહ્યું છે. અને તમે શોધવા માંગો છો. તો તેના માટે તમે ભીનું કપડું લો. તેને પાણીમાં પલાળી દો. અને તેને સિલિન્ડરથી લપેટી લો. તમે તેને 1 કલાક પછી કાઢી નાખો. ભીના કપડાને દૂર કર્યા પછી, સિલિન્ડરના ભીના ભાગમાં ગેસ છે.
![Suratની સચિન GIDCમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક યુવતીનું ઘટના સ્થળે મોત](https://epapercdn.sandesh.com/images/2025/02/12/CGpet36GegxRW6zpdqkV4kh43EHRKcQFcEnNdtCU.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની સચિન GIDCમાં ગેસ સિલિન્ડર ફાટતા એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે,ગભેણીની રામેશ્વરમ સોસાયટીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.તો ઘટનાના હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે,અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી બચવા આટલું ધ્યાન રાખો
ગેસ સિલિન્ડરના વિસ્ફોટને ટાળવા અને તેનાથી બચવા માટે ગૃહિણીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોઈ કર્યા બાદ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરની સ્વીચ બંધ કરી દેવી જોઈએ. જો ગેસ સિલિન્ડર ચાલું રાખવામાં આવે તો ગેસનો બગાડ થાય છે. રસોડાની બારી હંમેશા ખુલ્લી રાખવી જોઈએ. જો બારી બંધ હોય તો ગેસ આખા રૂમમાં પ્રસરી જાય છે. પરિણામે વિસ્ફોટ સર્જાય છે. ગેસ પાઇપ લીક થઈ રહી છે કે નહીં તેની પણ નિયમિતપણે ચકાસણી કરતાં રહેવું જોઈએ. આ માટે, સાબુ પાવડર અને પાણીને મિક્સ કરો અને સાબુનું દ્વાવણ બનાવવું. આ દ્વાવણને હોસપાઈપ, રેગ્યુલેટર, વાલ્વ વગેરે પર લગાવો. જે પણ જગ્યાએ લીકેજ હશે, ત્યાં આ દ્રાવણ મોટા પરપોટા બનાવીને પ્રતિક્રિયા આપશે. આ જગ્યા લીકેજનું સૂચન કરે છે. જેનો જલ્દી નિરાકરણ લાવી દેવું જોઈએ.
સિલિન્ડર ક્યારે સમાપ્ત થવા જઈ રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય ?
પહેલો રસ્તો એ છે કે જ્યારે તમે ગેસ બર્ન કરો છો, ત્યારે શરૂઆતમાં તમે ગેસને વાદળી સળગતો જોશો. પરંતુ જ્યારે સિલિન્ડર સમાપ્ત થવામાં હોય છે, ત્યારે તે આછો પીળો દેખાવા લાગે છે. જો આવું થાય તો સમજી લો કે તમારો સિલિન્ડર ખતમ થવા જઈ રહ્યું છે. જ્યારે ગેસ સિલિન્ડર સમાપ્ત થવાનો હોય છે, ત્યારે તેની આસપાસ થોડી દૂર્ગંધ આવવા લાગે છે. આ સાથે જો તમે ગેસ સળગાવો છો. અને ગેસને લાઇટ કર્યા પછી તરત જ તમારે આછો કાળો ધુમાડો નીકળતો જોવો જોઈએ. તો સમજી લો કે નવું સિલિન્ડર ભરવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમારું સિલિન્ડર સમાપ્ત થઈ રહ્યું છે. અને તમે શોધવા માંગો છો. તો તેના માટે તમે ભીનું કપડું લો. તેને પાણીમાં પલાળી દો. અને તેને સિલિન્ડરથી લપેટી લો. તમે તેને 1 કલાક પછી કાઢી નાખો. ભીના કપડાને દૂર કર્યા પછી, સિલિન્ડરના ભીના ભાગમાં ગેસ છે.