Suratની ગ્રીન વેલીમાં ગુંડાતત્વો ઘૂસતા રહીશોમાં ભય, બિલ્ડર શંકાના દાયરામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગુંડાતત્વોનો આતંક વધ્યો. શહેરના ગ્રીન વેલીમાં ગુંડાત્તત્વો એપાર્ટમેન્ટમાં ઘૂસતા રહિશોમાં ભય ફેલાયો. મોડી રાત્રે 11 થી 12 જેટલા લોકો એપાર્ટમેન્ટમાં ઘૂસી જતાં ધમાલ મચાવી હતી. એપાર્ટમેન્ટના રહિશો સાથે માથાકૂટ થતા પોલીસ બોલાવી પડી.
ગુંડાતત્ત્વોની હેરાનગતિનો ભોગ
શહેરમાં ગ્રીન વેલી એપાર્ટમેન્ટને ગુંડાતત્ત્વોએ બાનમાં લીધું. એપાર્ટમેન્ટમાં રાત્રે 11 થી 12 જેટલા લોકો કોઈને પણ પૂછયા વગર તેમજ કોઈ કારણ વગર ઘૂસી ગયા. સોફા પર બેસી રોફ જમાવ્યો તો કેટલાક સ્વિમિંગ પુલમાં ગયા. આ ટોળકી બે દિવસથી એપાર્ટમેન્ટના રહીશોને હેરાન પરેશાન કરી રહી છે. જયારે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા તેમને બહાર જવાનું કહેવામાં આવે છે ત્યારે તેમને ધમકાવવા સાથે તેમની સાથે આ ટોળકી માથાકૂટ કરવા લાગે છે. ગ્રીન વેલી એપાર્ટમેન્ટના રહીશોને ભય છે કે આ ટોળકી તેમના પરીવારને નુકસાન પંહોચાડી શકે છે. ગુંડાગીરી કરનાર તત્ત્વોના આતંક રોકવા રહીશોએ પોલીસની મદદ લીધી.
https://x.com/sandeshnews/status/1881562115317576102
બિલ્ડરના માણસો હોવાની શંકા
ગ્રીન વેલી એપાર્ટમેન્ટના રહીશોને શંકા છે કે તેમને હેરાન પરેશાન કરનાર ટોળકી બિલ્ડર અનિલ રૂન્ગટાના માણસો હોઈ શકે. ગ્રીન વેલી બિલ્ડિંગ અનિલ રુન્ગટાએ જ બનાવી છે. બિલ્ડરની શહે વગર આવા તત્ત્વો એપાર્ટમેન્ટમાં ઘૂસી શકે નહિ.એપાર્ટમેન્ટમાં ઘૂસનાર ગુંડાતત્ત્વોને કોઈનો ભય નથી. અનેક વખત કહેવા છતાં પણ તેઓ કોઈને રોકટોક વગર ગ્રીનવેલીમાં ઘૂસી જાય છે. આથી જ રહીશોની શંકા મજબૂત બની છે કે ગુંડાતત્ત્વો બિલ્ડર અનિલ રુન્ગટાના જ છે. બિલ્ડરના માણસોએ રહિશોને ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી. ટોળકી અવારનવાર અલથાણ પોલીસને બોલાવાનો આવ્યો હતો વારો.
શહેરમાં વધુ એક સ્થાન પર અસમાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો. વેસુમાં કાર ચાલકે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા. સ્ટંટ કરતા કાર ડિવાઈડર સાથે અથડાઈ. કારમાં બેઠેલા બે યુવકોને ઈજા પહોંચી.કારની સ્પીડ 120 થી 150 હોવાનું અનુમાન છે. શહેરમાં અસમાજિક તત્ત્વો બેફામ બન્યા છે. કોઈ સ્થાન પર રહીશોને હેરાન કરવા ગુંડાત્ત્તવો પંહોચી જાય છે ત્યારે અન્ય એક સ્થાન પર સ્ટંટ બાજ અન્યોના જીવ જોખમમાં મૂકે છે.
What's Your Reaction?






