Suratના ઓલપાડમાં સેના ખાડીના ધસમસતા પ્રવાહમાં સાયકલ સવાર તણાયો, બાવા ફળિયા જતા માર્ગ પર બની દુર્ઘટના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓલપાડ નજીક આવેલા બાવા ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી અને સેના ખાડીના પાણીના ભારે પ્રવાહ વહી રહ્યા છે. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલો એક અજાણ્યો સાયકલ સવાર સેના ખાડીના ધસમસતા પાણીના વહેણમાં અચાનક તણાઈ ગયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાણીનું વહેણ અતિશય ઝડપી હોવાના કારણે સાયકલ સવાર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
SDRFની ટીમ અને ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
સાયકલ સવાર પાણીમાં તણાયો હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઓલપાડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે જ બચાવ કામગીરી માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.
પૂરના પાણીમાં સાયકલ ચાલકની શોધખોળ તેજ
સ્થળ પર પહોંચેલી SDRFની ટીમે સ્થાનિક તંત્ર અને પોલીસની મદદથી ખાડીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા સાયકલ ચાલકની શોધખોળ હાથ ધરી છે. સેના ખાડીના વહેણ અને આસપાસના વિસ્તારોમાં બોટ તેમજ રેસ્ક્યુ સાધનોની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વરસાદ અને પાણીના સતત પ્રવાહ વચ્ચે પણ SDRFના જવાનો દ્વારા લાપતા સાયકલ સવારને વહેલી તકે શોધી કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

