SpiceJet કંપનીની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ બંધ, એડવાન્સ બુકિંગ ગ્રાહકોને રિફંડ

કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફ્લાઇટ બંધ રહેશે લીઝ પર લીધેલા વિમાન કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતા મુશ્કેલી એડવાન્સ ટિકિટ બુકિંગ કરનાર ગ્રાહકોને રિફંડ અપાશે સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી સેવા બંધ કરવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફ્લાઇટ બંધ રહેશે. લીઝ પર લીધેલા વિમાનના કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતા મુશ્કેલી વધી છે. તેમાં સ્પાઇસ જેટ દ્વારા ટિકિટ બુકિંગ બંધ કરાયું છે. તેમજ એડવાન્સ ટિકિટ બુકિંગ કરનાર ગ્રાહકોને રિફંડ અપાશે. લીઝ પર લીધેલ વિમાન કોન્ટ્રાકટ રીન્યુ ન થતા પેસેન્જરોની મુશ્કેલી વધશે લીઝ પર લીધેલ વિમાન કોન્ટ્રાકટ રીન્યુ ન થતા પેસેન્જરોની મુશ્કેલી વધશે. જેમાં અમદાવાદથી દિલ્હીની સ્પાઇસ જેટ ફલાઇટ સેવા બંધ કરાઇ છે. કોન્ટ્રાકટ રીન્યુ ન થાય ત્યાં સુધી સ્પાઇસ જેટ ફલાઇટ બંધ રહેશે. તેમજ એરલાઈને સ્પાઇસ જેટનું બુકીંગ સાઈડ પરથી હટાવી દીધું છે. જે પેસેન્જરોએ એડવાન્સ સ્પાઇસ જેટના બુકીંગ કર્યા તેને રિફંડ મળી રહેશે. લીઝ પરનો સ્પાઇસ જેટનો કોન્ટ્રાકટ રીન્યુ થતા 10 દિવસનો સમય લાગી શકે છે. દિલ્હીમાં મુસાફરોએ 12 કલાક સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો પ્લેનમાં ક્યારેક બોમ્બની અફવા તો ક્યારેક એર ટર્બુલન્સને કારણે યાત્રીઓએ અસુવિધાનો સામનો કરવો પડે છે. ત્યારે તાજેતરમાં દિલ્હીમાં મુસાફરોએ 12 કલાક સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું હતુ. સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટમાં શુક્રવારે 5 જુલાઇએ સાંજે કર્મચારીઓની લાપરવહીને કારણે તમામ યાત્રીઓ પરેશાન થયા હતા. દિલ્હીથી બેંગ્લોર માટે રવાના થયેલી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ એસજી 8151 ટેક ઓફ કરવાને બદલ એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવી હતી.12 કલાક સુધી ફ્લાઈટની અંદર બંધ રહ્યો આ ફ્લાઇટમાં 60 મુસાફરો હાજર હતા અને દરેકને 12 કલાક સુધી ખાધા વગર રહેવું પડ્યું હતું. ફ્લાઈટ રોકવાનું કારણ કોઈ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જો કે મુસાફરોને બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ફ્લાઈટમાં ફસાયેલા તમામ મુસાફરોએ એરલાઈન્સ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી 8151 દિલ્હીના ટર્મિનલ 3 પરથી 5 જુલાઈએ સાંજે 7.40 કલાકે ઉપડવાનું હતું. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીનો 6 જુલાઈ સવારે 7 વાગે પણ ઉકેલ આવ્યો નહી. તમામ મુસાફરોએ ફ્લાઈટમાં વિલંબ અને ફ્લાઈટમાં બંધ રહેવાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના પર સ્ટાફે તેમને વહેલી તકે ટેક ઓફ કરવાનું કહ્યું હતું. સમગ્ર સમય દરમિયાન યાત્રીઓ બોર્ડમાં હતા, ફ્લાઈટની અંદર ભોજન કે નાસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે મુસાફરોને વધુ મુશ્કેલી પડી હતી.

SpiceJet કંપનીની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ બંધ, એડવાન્સ બુકિંગ ગ્રાહકોને રિફંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફ્લાઇટ બંધ રહેશે
  • લીઝ પર લીધેલા વિમાન કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતા મુશ્કેલી
  • એડવાન્સ ટિકિટ બુકિંગ કરનાર ગ્રાહકોને રિફંડ અપાશે

સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી સેવા બંધ કરવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફ્લાઇટ બંધ રહેશે. લીઝ પર લીધેલા વિમાનના કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતા મુશ્કેલી વધી છે. તેમાં સ્પાઇસ જેટ દ્વારા ટિકિટ બુકિંગ બંધ કરાયું છે. તેમજ એડવાન્સ ટિકિટ બુકિંગ કરનાર ગ્રાહકોને રિફંડ અપાશે.

લીઝ પર લીધેલ વિમાન કોન્ટ્રાકટ રીન્યુ ન થતા પેસેન્જરોની મુશ્કેલી વધશે

લીઝ પર લીધેલ વિમાન કોન્ટ્રાકટ રીન્યુ ન થતા પેસેન્જરોની મુશ્કેલી વધશે. જેમાં અમદાવાદથી દિલ્હીની સ્પાઇસ જેટ ફલાઇટ સેવા બંધ કરાઇ છે. કોન્ટ્રાકટ રીન્યુ ન થાય ત્યાં સુધી સ્પાઇસ જેટ ફલાઇટ બંધ રહેશે. તેમજ એરલાઈને સ્પાઇસ જેટનું બુકીંગ સાઈડ પરથી હટાવી દીધું છે. જે પેસેન્જરોએ એડવાન્સ સ્પાઇસ જેટના બુકીંગ કર્યા તેને રિફંડ મળી રહેશે. લીઝ પરનો સ્પાઇસ જેટનો કોન્ટ્રાકટ રીન્યુ થતા 10 દિવસનો સમય લાગી શકે છે.

દિલ્હીમાં મુસાફરોએ 12 કલાક સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો

પ્લેનમાં ક્યારેક બોમ્બની અફવા તો ક્યારેક એર ટર્બુલન્સને કારણે યાત્રીઓએ અસુવિધાનો સામનો કરવો પડે છે. ત્યારે તાજેતરમાં દિલ્હીમાં મુસાફરોએ 12 કલાક સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું હતુ. સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટમાં શુક્રવારે 5 જુલાઇએ સાંજે કર્મચારીઓની લાપરવહીને કારણે તમામ યાત્રીઓ પરેશાન થયા હતા. દિલ્હીથી બેંગ્લોર માટે રવાના થયેલી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ એસજી 8151 ટેક ઓફ કરવાને બદલ એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવી હતી.

12 કલાક સુધી ફ્લાઈટની અંદર બંધ રહ્યો

આ ફ્લાઇટમાં 60 મુસાફરો હાજર હતા અને દરેકને 12 કલાક સુધી ખાધા વગર રહેવું પડ્યું હતું. ફ્લાઈટ રોકવાનું કારણ કોઈ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જો કે મુસાફરોને બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ફ્લાઈટમાં ફસાયેલા તમામ મુસાફરોએ એરલાઈન્સ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી 8151 દિલ્હીના ટર્મિનલ 3 પરથી 5 જુલાઈએ સાંજે 7.40 કલાકે ઉપડવાનું હતું. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીનો 6 જુલાઈ સવારે 7 વાગે પણ ઉકેલ આવ્યો નહી. તમામ મુસાફરોએ ફ્લાઈટમાં વિલંબ અને ફ્લાઈટમાં બંધ રહેવાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના પર સ્ટાફે તેમને વહેલી તકે ટેક ઓફ કરવાનું કહ્યું હતું. સમગ્ર સમય દરમિયાન યાત્રીઓ બોર્ડમાં હતા, ફ્લાઈટની અંદર ભોજન કે નાસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે મુસાફરોને વધુ મુશ્કેલી પડી હતી.