Soorya Tilak video: કોબામાં મહાવીર ભગવાનના કપાળ પર સૂર્યતિલકનો અદભુત નજારો

દર વર્ષે 22 મેના બપોરે 2.7 મિનિટે અદભુત દ્રશ્ય જોવા મળે છેકોબામાં આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજીના કાળધર્મની સ્મૃતિમાં મંદિરનું નિર્માણ કરાયું ગાંધીનગરના કોબામાં ભગવાન મહાવીરના કપાળ પર સૂર્યતિલક જોવા મળશે ગાંધીનગર જિલ્લામાં આવેલા કોબા જૈન તિર્થમાં આજે અદભુત વિસ્મયકારી વૈજ્ઞાનિક ઘટના જોવા મળશે. ભગવાન મહાવીરની મૂર્તિના કપાળ પર બપોરના 2.07 મિનિટે મંદિરમાંથી સૂર્યતિલકનો નજારો જોવા મળશે. જો કે આ ઘટના આશરે ત્રણેક મિનિટ જેટલો સમય સુધી જોઈ શકાશે. આ સમગ્ર ઘટના પાછળ ગણિત, ખગોળ અને શિલ્પનો સુભગ સમન્વય જોવા મળે છે. આ દ્રશ્યને જોવા માટે દેશમાંથી હજારો ભક્તો જૈન તિર્થમાં ઉમટી પડતા હોય છે. જો કે હવે આ સૂર્યતિલકની ઘટનાને સોશિયલ મીડિયાથી પણ જોઈ શકાય છે. આ સૂર્યતિલક ગુરુસ્મૃતિ તરીકે પણ ભક્તોમાં વિશેષ સ્થાન છે. છેલ્લા 33 વર્ષથી આ અલૌકિક દ્રશ્ય રચાવા પાછળ દેરાસરમાં ગચ્છાધિરાજ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે સૂર્યતિલક થાય છે. દેરાસરની સ્થાપના મહારાજા કાળધર્મની તિથિ અને સમય પ્રમાણે ચોક્કસ ગણિત અને ખગોળને જોડીને રચવામાં આવી છે. કારણ કે દેરાસરમાં મહારાજ સાહેબને એ સમયે તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જેથી ભક્તોને આ ગુરુ સ્મૃતિ રહે એ નિમિત્તે મંદિરનું બાંધકામ એ રીતે નિર્માણ કરાયું હતું.દેશ-વિદેશમાં પણ સૂર્યતિલકની ઘટનાસૂર્યતિલકની ઘટના ગાંધીનગરના કોબા સિવાય દેશના જુદાજુદા મંદિરોમાં પણ જોવા મળે છે. રાજસ્થાનના પર્વતીય વિસ્તાર રાણકપુરના જૈન મંદિરમાં પણ આવી સૂર્યતિલકની ઘટના જોવા મળે છે. આ સિવાય મહેસાણા જિલ્લાના મોઢેરામાં 15મા સૈકામાં નિર્માણ પામેલું સૂર્યમંદિરનું બાંધકામ પણ એ રીતે કરેલું છે કે સવારનું પ્રથમ સૂર્યકિરણ ભગવાન સૂર્યની પ્રતિમા પર પડે છે. જો કે એવી લોકવાયકા છે કે પહેલાં સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યના કપાળ પર કિંમતી હીરો હતો અને આ સૂર્યમૂર્તિ પર જયારે સૂર્યકિરણો પડતા ત્યારે આખું મંદિર અલૌકિક રીતે ચમકી ઉઠતું પરંતુ આક્રમણકારીઓ દ્રારા મંદિરને ખંડિત કરીને આ કિંમતી હીરાની ચોરી કરી ખીલજીના શાસનમાં મંદિર ધ્વસ્ત કરાયું હતું. જો કે બાદમાં આને ફરીથી નિર્માણ કરાયું હતું. 

Soorya Tilak video: કોબામાં મહાવીર ભગવાનના કપાળ પર સૂર્યતિલકનો અદભુત નજારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર વર્ષે 22 મેના બપોરે 2.7 મિનિટે અદભુત દ્રશ્ય જોવા મળે છે
  • કોબામાં આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજીના કાળધર્મની સ્મૃતિમાં મંદિરનું નિર્માણ કરાયું 
  • ગાંધીનગરના કોબામાં ભગવાન મહાવીરના કપાળ પર સૂર્યતિલક જોવા મળશે

 

ગાંધીનગર જિલ્લામાં આવેલા કોબા જૈન તિર્થમાં આજે અદભુત વિસ્મયકારી વૈજ્ઞાનિક ઘટના જોવા મળશે. ભગવાન મહાવીરની મૂર્તિના કપાળ પર બપોરના 2.07 મિનિટે મંદિરમાંથી સૂર્યતિલકનો નજારો જોવા મળશે. જો કે આ ઘટના આશરે ત્રણેક મિનિટ જેટલો સમય સુધી જોઈ શકાશે. આ સમગ્ર ઘટના પાછળ ગણિત, ખગોળ અને શિલ્પનો સુભગ સમન્વય જોવા મળે છે.

આ દ્રશ્યને જોવા માટે દેશમાંથી હજારો ભક્તો જૈન તિર્થમાં ઉમટી પડતા હોય છે. જો કે હવે આ સૂર્યતિલકની ઘટનાને સોશિયલ મીડિયાથી પણ જોઈ શકાય છે. આ સૂર્યતિલક ગુરુસ્મૃતિ તરીકે પણ ભક્તોમાં વિશેષ સ્થાન છે. છેલ્લા 33 વર્ષથી આ અલૌકિક દ્રશ્ય રચાવા પાછળ દેરાસરમાં ગચ્છાધિરાજ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે સૂર્યતિલક થાય છે. દેરાસરની સ્થાપના મહારાજા કાળધર્મની તિથિ અને સમય પ્રમાણે ચોક્કસ ગણિત અને ખગોળને જોડીને રચવામાં આવી છે. કારણ કે દેરાસરમાં મહારાજ સાહેબને એ સમયે તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જેથી ભક્તોને આ ગુરુ સ્મૃતિ રહે એ નિમિત્તે મંદિરનું બાંધકામ એ રીતે નિર્માણ કરાયું હતું.

દેશ-વિદેશમાં પણ સૂર્યતિલકની ઘટના

સૂર્યતિલકની ઘટના ગાંધીનગરના કોબા સિવાય દેશના જુદાજુદા મંદિરોમાં પણ જોવા મળે છે. રાજસ્થાનના પર્વતીય વિસ્તાર રાણકપુરના જૈન મંદિરમાં પણ આવી સૂર્યતિલકની ઘટના જોવા મળે છે. આ સિવાય મહેસાણા જિલ્લાના મોઢેરામાં 15મા સૈકામાં નિર્માણ પામેલું સૂર્યમંદિરનું બાંધકામ પણ એ રીતે કરેલું છે કે સવારનું પ્રથમ સૂર્યકિરણ ભગવાન સૂર્યની પ્રતિમા પર પડે છે. જો કે એવી લોકવાયકા છે કે પહેલાં સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યના કપાળ પર કિંમતી હીરો હતો અને આ સૂર્યમૂર્તિ પર જયારે સૂર્યકિરણો પડતા ત્યારે આખું મંદિર અલૌકિક રીતે ચમકી ઉઠતું પરંતુ આક્રમણકારીઓ દ્રારા મંદિરને ખંડિત કરીને આ કિંમતી હીરાની ચોરી કરી ખીલજીના શાસનમાં મંદિર ધ્વસ્ત કરાયું હતું. જો કે બાદમાં આને ફરીથી નિર્માણ કરાયું હતું.