Somnath: 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે ત્રિ-દિવસીય 'સોમનાથ મહોત્સવ'

Feb 15, 2025 - 19:00
Somnath: 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે ત્રિ-દિવસીય 'સોમનાથ મહોત્સવ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે 24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સંગીત અને નૃત્ય ફક્ત કલા સ્વરૂપો નથી પરંતુ પૂજાનું માધ્યમ છે

શ્રી સોમનાથ મહાદેવ શૈવ આગમની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવ જ્યાં સંગીત અને નૃત્ય ફક્ત કલા સ્વરૂપો નથી પરંતુ પૂજાનું માધ્યમ છે, દિવ્ય અને નશ્વર વચ્ચેનો સેતુ છે. શૈવ ધર્મમાં શિવ એક વૈશ્વિક નૃત્ય એવા નટરાજ છે, જેમનું તાંડવ નૃત્ય લય અને બ્રહ્માંડને આકાર આપે છે. તેમના હાથમાં રહેલ ડમરુ, જે સ્વરો (સંગીતના સૂરો)ને જન્મ આપે છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતનો આધાર માનવામાં આવે છે. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એ શિવ ભક્તિ ઉપરાંત નાટ્ય (નૃત્ય) અને ગાન (સંગીત)નું પણ કેન્દ્ર રહ્યું છે. જ્યાં કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવામાં આવે છે. મંદિરનો નાટ્ય મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલ પરંપરાનો સાક્ષી છે.

ખ્યાતનામ કલાકારો પ્રસ્તુતિઓ રજૂ કરશે

રાજ્યના પ્રવાસન વિભાગ તથા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરા દ્વારા આયોજિત આ સમગ્ર મહોત્સવ દરમિયાન સન્માનિત ખ્યાતનામ કલાકારો દ્વારા ત્રણ દિવસ અને રાત્રિ દરમિયાન મહાશિવરાત્રીની પાવન ઘડીએ વિશેષ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહી "વાદ્યમ્-નાદસ્ય યાત્રા" પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં "સેક્રેડ સાઉન્ડ: નાદ, વાંદ્યો અને તેમની કથાઓ" સંગીત, આધ્યાત્મિકતા તેમજ કલા અભિવ્યક્તિ વચ્ચેનો અનોખો સંબંધ ઉજાગર કરાશે. તદઉપરાંત સંગીત વાંદ્યોની વિકાસયાત્રા, દિવ્ય કથાઓ સાથેની તેમની જોડાણતા અને શિલ્પ-દૃશ્યકળામાં તેમની રજૂઆત આ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેશે.

ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ચર્ચા કરાશે

રાજ્યમાં આવેલું પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. આ મહોત્સવ દરમિયાન અહી દર સાંજે વિશેષ ‘સંગમ આરતી’ યોજાશે, જેમાં 108 દિવડા પ્રજ્વલિત કરી ભક્તિમય વાતાવરણનું સર્જન થશે. શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા 24 અને 25 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે "સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા" પર શ્રી સોમનાથ સંસ્કૃત મહાવધ્યાલય ખાતે વિશેષ સેમિનાર યોજાશે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ચર્ચા કરવામાં આવશે. 

જાણો ત્રિ-દિવસીય મહોત્સવની રૂપરેખા

24-02-2025 પ્રથમ દિવસના મહોત્સવની રૂપરેખા

  • સવારે 10 વાગે: સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
  • સાંજે 7.30 વાગે: મુખ્ય મંચ પર ઉદ્ઘાટન સમારોહ 
  • રાત્રે 8 વાગે: ડૉ. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા ‘નાટ્યકથા હર હર મહાદેવ’ની પ્રસ્તુતિ 
  • રાત્રે 9 વાગે: કુ. સૂર્યાગાયત્રી દ્વારા શિવ ભજન
  • રાત્રે 10 વાગે: વિદુષી રામા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ
  • રાત્રે 11 વાગે: ડ્રમ્સ શિવમણિ અને કીબોર્ડ પર અતુલ રાણીંગાની જુગલબંધી

25-02-2025 બીજા દિવસના મહોત્સવની રૂપરેખા

  • સવારે 10 વાગે: સોમનાથ મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
  • સાંજે 7 વાગે: શ્રી રામચંદ્ર પુલાવર (પદ્મશ્રી) દ્વારા શેડો પપેટ્રી શો
  • રાત્રે 8 વાગે: વિદુષી સુધા રઘુરામન દ્વારા ગાયન સંગીતની પ્રસ્તુતિ
  • રાત્રે 9 વાગે: કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ
  • રાત્રે 10 વાગે: અતુલ પુરોહિત દ્વારા ભજન ગાયન

26-02-2025 (મહાશિવરાત્રી) ત્રીજા દિવસના મહોત્સવની રૂપરેખા

  • રાત્રે 8 વાગે: બરોડા કેરલા સમાજ દ્વારા સિંગરી મેલમ તથા નિલેશ પરમાર દ્વારા ગુજરાતી લોકનૃત્યની પ્રસ્તુતિ
  • રાત્રે 9 વાગે: યોગેશ ગઢવી દ્વારા ડાયરાની પ્રસ્તુતિ
  • રાત્રે 10 વાગે: રાજશ્રી વૉરિયર અને ગ્રૂપ દ્વારા પ્રસ્તુતિ
  • રાત્રે 11 વાગે: મૈસુર મંજુનાથ દ્વારા વાયોલિન પ્રસ્તુતિ
  • રાત્રે 12 વાગે: 8 શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ
  • રાત્રે 1 વાગે: ‘ડેઝર્ટ સ્લાઇડ્સ’ની પ્રસ્તુતિ
  • સવારે 2 વાગે: પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્વારા વાંસળી વાદન
  • સવારે 3 વાગે: માઇસ્ટ્રો બિક્રમ ઘોષ 'રિધમસ્કેપ'

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0