Siddhpur: વેપારી સાથે 21 લાખની છેતરપિંડી
સિદ્ધપુરના રાજપુરના હેમરાજપુરામાં રહેતા શહેરના તાવડીયા સર્કલ નજીક રાજ મોટર્સ નામનું ગેરેજ ચલાવતા અલ્પેશભાઈ ચતુરભાઈ પટેલ તેમના એક ગ્રાહક સુનેસરા રૂકનુદિન કાસમભાઈના મિત્રો હોવાથી તેમણે જમીન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી જેથી તેમણે મેળોજના રાવળ બળવંતભાઈ પરસોત્તમભાઈ તમને જમીન બતાવશે તેમ કરીને ઓળખાણ કરાવી હતી.વેપારી અલ્પેશ પટેલે બળવંતભાઈ રાવળનો સંપર્ક કરતા તેમને જમીન જોવા માટે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામની સીમમાં બોલાવતા ત્યાં જઈને વિનોદકુમાર પરસોત્તમભાઈ જાદવ અને શાંતિલાલ પરસોત્તમભાઈ જાવદ નામના બે ભાઈઓની જમીન જોઈ હતી જે પસંદ પડતા રૂ.42,11,000માં લેવાની ન્કકી કરી હતી. વેપારી અલ્પેશ પટેલે જમીન ખરીદવામાટે બાના પેટે રૂ.21 લાખ રોકડા અને રૂ.2-2 લાખના બે ચેક વિનોદ જાદવ અને શાંતિલાલ જાદવને આપયા હતા અને અન્ય બાકી રહેતી રકમ રજિસ્ટર દસ્તાવેજ થાય ત્યારે આપવાનું નક્કી થયું હતું. પરંતુ તે બાદ ઉપરોકત બંને વ્યક્તિઓએ રજિસ્ટર દસ્તાવેજ કર્યા વગર જ ચેક ક્લિયરીંગમાં નાખી દેતા વેપારી અલ્પેશ પટેલે ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું અને રજિસ્ટર દસ્તાવેજ કરવા માટે કહેતા પાલનપુરના બંને જાદવ ભાઈઓએ બહાના કાઢયા હતા. વેપારી અલ્પેશ પટેલે તપાસ કરાવતા તેમણે જે જમીન માટે રૂ.21 લાખ રોકડા આપ્યા હતા તે જમીન તો અન્યને વેચી દેવામાં આવી હોવાનું સામે આવતા તેમણે પોતાના રૂપિયા પરત માંગતા તે રૂપિયા પણ પરત ના મળ્યા જેથી તેમણે સિદ્ધપુર પોલીસ મથકમાં વિનોદ પરસોત્તમભાઈ જાદવ અને શાંતિલાલ પરસોત્તમભાઈ જાવદ બંને રહે.કૈલાશનગર, જામપુરા પ્રાથમિક શાળા પાસે, પાલનપુરવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સિદ્ધપુરના રાજપુરના હેમરાજપુરામાં રહેતા શહેરના તાવડીયા સર્કલ નજીક રાજ મોટર્સ નામનું ગેરેજ ચલાવતા અલ્પેશભાઈ ચતુરભાઈ પટેલ તેમના એક ગ્રાહક સુનેસરા રૂકનુદિન કાસમભાઈના મિત્રો હોવાથી તેમણે જમીન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી જેથી તેમણે મેળોજના રાવળ બળવંતભાઈ પરસોત્તમભાઈ તમને જમીન બતાવશે તેમ કરીને ઓળખાણ કરાવી હતી.
વેપારી અલ્પેશ પટેલે બળવંતભાઈ રાવળનો સંપર્ક કરતા તેમને જમીન જોવા માટે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામની સીમમાં બોલાવતા ત્યાં જઈને વિનોદકુમાર પરસોત્તમભાઈ જાદવ અને શાંતિલાલ પરસોત્તમભાઈ જાવદ નામના બે ભાઈઓની જમીન જોઈ હતી જે પસંદ પડતા રૂ.42,11,000માં લેવાની ન્કકી કરી હતી. વેપારી અલ્પેશ પટેલે જમીન ખરીદવામાટે બાના પેટે રૂ.21 લાખ રોકડા અને રૂ.2-2 લાખના બે ચેક વિનોદ જાદવ અને શાંતિલાલ જાદવને આપયા હતા અને અન્ય બાકી રહેતી રકમ રજિસ્ટર દસ્તાવેજ થાય ત્યારે આપવાનું નક્કી થયું હતું. પરંતુ તે બાદ ઉપરોકત બંને વ્યક્તિઓએ રજિસ્ટર દસ્તાવેજ કર્યા વગર જ ચેક ક્લિયરીંગમાં નાખી દેતા વેપારી અલ્પેશ પટેલે ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું અને રજિસ્ટર દસ્તાવેજ કરવા માટે કહેતા પાલનપુરના બંને જાદવ ભાઈઓએ બહાના કાઢયા હતા. વેપારી અલ્પેશ પટેલે તપાસ કરાવતા તેમણે જે જમીન માટે રૂ.21 લાખ રોકડા આપ્યા હતા તે જમીન તો અન્યને વેચી દેવામાં આવી હોવાનું સામે આવતા તેમણે પોતાના રૂપિયા પરત માંગતા તે રૂપિયા પણ પરત ના મળ્યા જેથી તેમણે સિદ્ધપુર પોલીસ મથકમાં વિનોદ પરસોત્તમભાઈ જાદવ અને શાંતિલાલ પરસોત્તમભાઈ જાવદ બંને રહે.કૈલાશનગર, જામપુરા પ્રાથમિક શાળા પાસે, પાલનપુરવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.