Sayla: સાયલા - ચોટીલા હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર

ઝાલાવાડમાં અક્સ્માત ઝોન બની ચૂકેલા લીંબડી - ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહેવા પામી હોઇ તેમ ડોળિયા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત બાદ આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સાયલા, ડોળિયા, મૂળી 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.ડોળિયા ગામ નજીક હાઇવે પર સર્જાયેલા અકસ્માતના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ લોધીકાથી મૂળી દર્શનાર્થે જવા નીકળેલા પરિવારની કારને અન્ય એક કારે ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેસેલા મનીષાબેન વિશાલભાઇ, મનીષાબેન સાગરભાઇ, હંસાબેન રમેશભાઇ, નીમુબેન લાલજીભાઇ નામના મહિલાઓ તેમજ સાથે રહેલ બાળકોમાં જૈવિક વિશાલભાઇ અને કૃપાલી સાગરભાઇને ગંભીર હાલતમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અક્સ્માત બાબતે અક્સ્માતમાં ઈજાગ્રસ્ત લોકોના નિવેદનો નોંધવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Sayla: સાયલા - ચોટીલા હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઝાલાવાડમાં અક્સ્માત ઝોન બની ચૂકેલા લીંબડી - ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહેવા પામી હોઇ તેમ ડોળિયા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત બાદ આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સાયલા, ડોળિયા, મૂળી 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ડોળિયા ગામ નજીક હાઇવે પર સર્જાયેલા અકસ્માતના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ લોધીકાથી મૂળી દર્શનાર્થે જવા નીકળેલા પરિવારની કારને અન્ય એક કારે ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેસેલા મનીષાબેન વિશાલભાઇ, મનીષાબેન સાગરભાઇ, હંસાબેન રમેશભાઇ, નીમુબેન લાલજીભાઇ નામના મહિલાઓ તેમજ સાથે રહેલ બાળકોમાં જૈવિક વિશાલભાઇ અને કૃપાલી સાગરભાઇને ગંભીર હાલતમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અક્સ્માત બાબતે અક્સ્માતમાં ઈજાગ્રસ્ત લોકોના નિવેદનો નોંધવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.