Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વસંતપંચમી નિમિત્તે સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી નિમિત્તે આજે રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે.
વસંતપંચમીને લઈ દિવ્ય શણગાર
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે.દાદાને સિલ્કના ફૂલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા છે. શિક્ષાપત્રી ધરાવવામાં આવી છે. આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
વસંતપંચમી નિમિત્તે દાદાને વિશેષ શણગાર
અહિંસા આદિક સદાચાર, તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહા સુખિયા થાય છે.શિક્ષાપત્રી જયંતિ એવં વસંત પંચમીની શા. હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી તરફથી હાર્દિક શુભકામનાઓ.આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મા સરસ્વતીની આરાધનાના અવસર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે.આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે.આ ઉપરાંત દાદાના સિંહાસને બેંગ્લોર, મદ્રાસ અને કલકત્તાથી મંગાવેલા ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર 6 સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.
What's Your Reaction?






