Sarangpur News : શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘાનો શણગાર કરાયો

Aug 2, 2025 - 10:30
Sarangpur News : શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘાનો શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘાનો શણગાર કરાયો તથા વિવિધ ડ્રાયફ્રુટનો શણગાર-અન્નકૂટ ધરાવાયો છે, શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિશેષ શણગાર કરાયો

દાદાને વિશેષ બદામ,કાજુ,એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો શણગાર કરાયો

શ્રાવણ માસના તા.02-08-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને વિશેષ બદામ,કાજુ,એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 11:15 કલાકે બદામ,કાજુ,એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવાશે. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


દેવાધિદેવ મહાદેવની થીમની ડિઝાઈન છે શણગારમાં

શ્રી હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પવિત્ર શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે બનાવેલા દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવ્યા છે. જેમાં દેવાધિદેવ મહાદેવની થીમની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને પણ 500 કિલોથી વધુ ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને આજે ડ્રાયફ્રુટનો શણગાર પણ કરવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટ અમદાવાદથી મંગાવ્યા છે.

શનિવારે ષોડશોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:00 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર શનિવારે ષોડશોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:00 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.16 ઓગસ્ટ 2025નારોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.

દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા ભકતોને હાર્દિક આમંત્રણ છે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે 4 થી 6:30 કલાક નો રહેશે. શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0