Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમા બનેલ વિશાળ યાત્રિક ભુવનનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યુ ઉદ્ઘાટન

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલું અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીનાં આશીર્વાદનું ધામ એટલે શ્રી સાળંગપુરધામ.આસો વદ ચૌદશ, 31 ઓક્ટોબર 2024 એટલે પવિત્ર કાળીચૌદશ અને કાળીચૌદશ એટલે હનુમાનજી મહારાજની ભક્તિ, ઉપાસના અને કૃપા મેળવાનો દિવસ.આ દિવસે વિશાળ યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. 1000થી વધુ રૂમો શ્રી કષ્ટભંજનદેવ દાદાની અનહદ કૃપાથી અને ભક્તોના સાથ સહકારથી સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવં અમિત શાહ - માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી એવમ્ સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતા 1-1000 થી વધારે રુમ 2-2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન 3-9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ 4-50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ 5-2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા 6-ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ 7-42 RO વોટર પોઈન્ટની સુવિધા 8-દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા 9-ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ 10-દરેક રુમને બાલ્કની મળશે 11-10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા 12-રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઊઁચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઊઁચાઈ 165 ફીટ 13-ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવન નિર્માણ 8 ફલોરવાળું યાત્રિક ભવન આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. રાજમહેલ જેવું બિલ્ડીંગ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે. 100 લોકોથી વધુનો હશે સ્ટાફ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે. યાત્રિક ભવન બનીને તૈયાર ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, “સાળંગપુરમાં વિશ્વનુ આધ્યાત્મ જગતનું અને ગુજરાતનું ભવ્યાતિભવ્ય 1100 રૂમવાળું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ માનનીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર 2024ના રોજ કરાશે. વૈદિક અને વિજ્ઞાનિક લોજિક શ્રીહરિપ્રકાશદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, “ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. પતંગિયું શાંતિનું પ્રતિક છે પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કો

Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમા બનેલ વિશાળ યાત્રિક ભુવનનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યુ ઉદ્ઘાટન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલું અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીનાં આશીર્વાદનું ધામ એટલે શ્રી સાળંગપુરધામ.આસો વદ ચૌદશ, 31 ઓક્ટોબર 2024 એટલે પવિત્ર કાળીચૌદશ અને કાળીચૌદશ એટલે હનુમાનજી મહારાજની ભક્તિ, ઉપાસના અને કૃપા મેળવાનો દિવસ.આ દિવસે વિશાળ યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.

1000થી વધુ રૂમો

શ્રી કષ્ટભંજનદેવ દાદાની અનહદ કૃપાથી અને ભક્તોના સાથ સહકારથી સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવં અમિત શાહ - માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી એવમ્ સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે.


ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતા

1-1000 થી વધારે રુમ

2-2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન

3-9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ

4-50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ

5-2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા

6-ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ

7-42 RO વોટર પોઈન્ટની સુવિધા

8-દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા

9-ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ

10-દરેક રુમને બાલ્કની મળશે

11-10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા

12-રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઊઁચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઊઁચાઈ 165 ફીટ

13-ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવન નિર્માણ


8 ફલોરવાળું યાત્રિક ભવન

આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે.

રાજમહેલ જેવું બિલ્ડીંગ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.


બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે

જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.

100 લોકોથી વધુનો હશે સ્ટાફ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે.

યાત્રિક ભવન બનીને તૈયાર

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, “સાળંગપુરમાં વિશ્વનુ આધ્યાત્મ જગતનું અને ગુજરાતનું ભવ્યાતિભવ્ય 1100 રૂમવાળું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ માનનીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર 2024ના રોજ કરાશે.

વૈદિક અને વિજ્ઞાનિક લોજિક

શ્રીહરિપ્રકાશદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, “ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી.

પતંગિયું શાંતિનું પ્રતિક છે

પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્નનિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ.