Saputaraમાં વાતાવરણનો મિજાજ બદલાયો: કાળાડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ

Feb 20, 2026 - 22:00
Saputaraમાં વાતાવરણનો મિજાજ બદલાયો: કાળાડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા સાપુતારા અને તેની તળેટીના વિસ્તારોમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથક ખુશનુમા માહોલમાં ફેરવાઈ ગયો હતો. આ કમોસમી વરસાદને પગલે પ્રકૃતિના ખોળે ફરવા આવેલા પ્રવાસીઓ આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા.

તળેટી વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ

ઝરમર વરસાદ અને પહાડી પવનને કારણે સમગ્ર સાપુતારા પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ છે. ગરમીના અનુભવ વચ્ચે અચાનક ઠંડક વધતા પર્યટકોએ આ આહલાદક હવામાનનો મન ભરીને આનંદ માણ્યો હતો. ધુમ્મસિયા વાતાવરણ અને વરસાદી છાંટાએ ગિરિમથકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. બીજી તરફ, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ડાંગ પંથકમાં મોટા પાયે થતી શાકભાજીની ખેતી અને હાલમાં ખીલેલી આંબાવાડીઓને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

કમોસમી વરસાદથી શાકભાજીના પાકને નુકસાન

ખેડૂતોના મતે, આ સમયે વરસાદ પડવાથી કેરીના મોર ખરી પડવાની અને શાકભાજીમાં જીવાત પડવાની શક્યતા રહેલી છે, જેને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આમ, સાપુતારામાં કુદરતનો આ અણધાર્યો વળાંક પ્રવાસીઓ માટે મનોરંજન અને જગતના તાત માટે આર્થિક નુકસાનની આશંકા લઈને આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0