Sandeshની સ્પેશ્યલ સિરિઝ પોલીસ પંચાતની મજબૂત અસર, શાહીબાગ પી.આઈ ઝાલાને તાત્કાલિક ચાર્જ છોડવા આદેશ

Jul 30, 2025 - 15:00
Sandeshની સ્પેશ્યલ સિરિઝ પોલીસ પંચાતની મજબૂત અસર, શાહીબાગ પી.આઈ ઝાલાને તાત્કાલિક ચાર્જ છોડવા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ દ્વારા દર રવિવારના રોજ વાંચકો માટે સ્પેશિયલ સ્ટોરી પોલીસ અને પંચાત પ્રસિદ્ધ કરવામાં આવે છે, 27-07-2025ના રોજ પોલીસ પંચાતમાં શાહીબાગ પીઆઈ જે.ડી.ઝાલા કે જેમની બદલી કરાઈ કરવામાં આવી હતી પરંતુ લાંબા સમયથી તેઓ કરાઈ હાજર થયા ન હતા તે વાતને લઈ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ધ્યાને આ વાત આવતા તેમણે પીઆઈ જે.ડી.ઝાલાને તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે આદેશ કર્યો છે.

જે.ડી.ઝાલા સાહેબને આજે છૂટા કરાયા

શાહીબાગ પીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈ જે.ડી.ઝાલા કે જેમની બદલી કરાઈ આવેલી હતી અને તેઓ લાંબા સમયથી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા, કોના આશીર્વાદથી આટલો સમય તેમણે કાઢયો એ તો ઝાલા સાહેબ જ જાણે, પરંતુ સંદેશ ન્યૂઝ ડિજિટલે આ સમાચાર 27 જુલાઈના રોજ પ્રસિદ્ધ કર્યા હતા અને 30 જુલાઈના રોજ અમદાવાદ શહેર કમિશનરે આદેશ કર્યો કે પીઆઈ આજે ચાર્જ છોડી દે અને તેમની મૂળ જગ્યા એટલે કે કરાઈ હાજર થઈ જાય, સંદેશ ન્યૂઝ ડિજિટલની સૌથી મજબૂત અસર રહી છે અને કમિશનર સાહેબને પણ આ વાત ધ્યાને આવી હતી.

દરિયાપુર સેકન્ડ પીઆઈને ઈન્ચાર્જ શાહીબાગ પીઆઈનો ચાર્જ સોંપાયો

દરિયાપુર સેકન્ડ પીઆઈ વી.ડી.વાઘેલાને શાહીબાગ પીઆઈનો ચાર્જ સંભાળવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ હરહંમેશની જેમ લોકોનો અવાજ બનતી રહી છે અને સત્યની સાથે સંદેશ ન્યૂઝ હંમેશા માટે છે, પોલીસ પંચાતમાં પણ તમને અવનવી પોલીસની વાતો અને અધિકારીઓની વાત જાણવામાં આવશે, પોલીસ પંચાત દર રવિવારે સવારે 10 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0