Sanandમાં ચાચારવાડી વાસણા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોએ નોધાવ્યો વિરોધ

વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોમાં રોષ ખેડૂતો ટ્રેક્ટર ભરીને સાણંદ પ્રાંત ઓફિસે પહોંચ્યા નિકાલ ના થાય ત્યાં સુધી પ્રાંત કચેરીમાં ખેડૂતોના ધામા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ચાચરાવાડી વાસણા તેમજ આસપાસના ગામના ખેડૂતોએ આજે સાણંદ પ્રાંત કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો,ખેડૂતોનો આક્ષેપ છે કે,વરસાદી પાણીનો હજી નિકાલ થયો નથી જેને લઈ નવા પાકનું વાવેતર કરવું મુશ્કેલ છે,તો અગામી સમયમાં પાણીની નહી નિકળે તો આંદોલન ઉચ્ચારવાની ચિમકી પણ આપી હતી. ખેડૂતોએ CMO ઓફિસમાં પણ કરી હતી રજૂઆત પ્રાંત ઓફીસે અધિકારીને રજૂઆત કરવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ પાણી ભરાવાની સમસ્યાને લઈ અધિકારી સાથે ચર્ચા કરી હતી પરંતુ તેનો કોઈ નિકાલ થયો નથી,આ બાબતે સીએમઓ ઓફીસમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ સાણંદમાં જવાબદાર અધિકારીઓના કાને અમારી વાત પહોંચતી નથી,આજે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતુ. પ્રાંત અધિકારી બી.કે.ટાંકનું નિવેદન સમગ્ર ઘટનાને લઈ સાણંદ પ્રાંત અધિકારીનું કહેવું છે કે,ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી પાણી ભરાવાની રજૂઆત છે.રજૂઆત બાદ નિરાકરણ માટે ટીમની રચના કરાઈ છે,સાથે સાથે ટીમને પરિસ્થિતિનો તાગ મેળવી રિપોર્ટ માટે સૂચના આપી છે.આજ સાંજ સુધીમાં રિપોર્ટ આપવા ટીમને સૂચન અપાઈ છે અને તેને લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામના ખેડૂતોએ પાણી ભરાઈ રહેવાની રજૂઆત કરી ગામના ખેડૂતોએ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે પાણી ભરાઈ રહે છે તેવી રજૂઆત કરી છે,ખેડૂતોની રજૂઆત બાદ સમસ્યાના નિરાકરણ માટે ટીમની રચના કરાઈ છે,ટીમને ગામની પરિસ્થિતિનો તાગ મેળવી સાંજ સુધીમાં રિપોર્ટ આપવા સૂચન કરાયું છે સાથે સાથે આ ટીમમાં સર્કલ ઓફીસર, પંચાયત તલાટી, સિંચાઇ વિભાગના અધિકારીનો સમાવેશ કરાયો છે.પાણીના નિકાલ માટે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિકો સાથે પ્રાંત અધિકારી કરશે મિટીંગ કરશે.

Sanandમાં ચાચારવાડી વાસણા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોએ નોધાવ્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોમાં રોષ
  • ખેડૂતો ટ્રેક્ટર ભરીને સાણંદ પ્રાંત ઓફિસે પહોંચ્યા
  • નિકાલ ના થાય ત્યાં સુધી પ્રાંત કચેરીમાં ખેડૂતોના ધામા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ચાચરાવાડી વાસણા તેમજ આસપાસના ગામના ખેડૂતોએ આજે સાણંદ પ્રાંત કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો,ખેડૂતોનો આક્ષેપ છે કે,વરસાદી પાણીનો હજી નિકાલ થયો નથી જેને લઈ નવા પાકનું વાવેતર કરવું મુશ્કેલ છે,તો અગામી સમયમાં પાણીની નહી નિકળે તો આંદોલન ઉચ્ચારવાની ચિમકી પણ આપી હતી.

ખેડૂતોએ CMO ઓફિસમાં પણ કરી હતી રજૂઆત

પ્રાંત ઓફીસે અધિકારીને રજૂઆત કરવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ પાણી ભરાવાની સમસ્યાને લઈ અધિકારી સાથે ચર્ચા કરી હતી પરંતુ તેનો કોઈ નિકાલ થયો નથી,આ બાબતે સીએમઓ ઓફીસમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ સાણંદમાં જવાબદાર અધિકારીઓના કાને અમારી વાત પહોંચતી નથી,આજે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતુ.


પ્રાંત અધિકારી બી.કે.ટાંકનું નિવેદન

સમગ્ર ઘટનાને લઈ સાણંદ પ્રાંત અધિકારીનું કહેવું છે કે,ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી પાણી ભરાવાની રજૂઆત છે.રજૂઆત બાદ નિરાકરણ માટે ટીમની રચના કરાઈ છે,સાથે સાથે ટીમને પરિસ્થિતિનો તાગ મેળવી રિપોર્ટ માટે સૂચના આપી છે.આજ સાંજ સુધીમાં રિપોર્ટ આપવા ટીમને સૂચન અપાઈ છે અને તેને લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગામના ખેડૂતોએ પાણી ભરાઈ રહેવાની રજૂઆત કરી

ગામના ખેડૂતોએ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે પાણી ભરાઈ રહે છે તેવી રજૂઆત કરી છે,ખેડૂતોની રજૂઆત બાદ સમસ્યાના નિરાકરણ માટે ટીમની રચના કરાઈ છે,ટીમને ગામની પરિસ્થિતિનો તાગ મેળવી સાંજ સુધીમાં રિપોર્ટ આપવા સૂચન કરાયું છે સાથે સાથે આ ટીમમાં સર્કલ ઓફીસર, પંચાયત તલાટી, સિંચાઇ વિભાગના અધિકારીનો સમાવેશ કરાયો છે.પાણીના નિકાલ માટે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિકો સાથે પ્રાંત અધિકારી કરશે મિટીંગ કરશે.