Sabarkanthaના બડોલીમાં માસૂમ બાળકો પર કમળાનો કહેર! વધુ 5 હોસ્પિટલમાં, આંકડો 20એ પહોંચ્યો

Sep 27, 2026 - 21:00
Sabarkanthaના બડોલીમાં માસૂમ બાળકો પર કમળાનો કહેર! વધુ 5 હોસ્પિટલમાં, આંકડો 20એ પહોંચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામના ચામુંડાનગર વિસ્તારમાં માસૂમ બાળકોમાં કમળા (જૉન્ડિસ) નો રોગચાળો ફેલાતાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા વધુ 5 બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ 12 બાળકોને સિવિલ હોસ્પિટલ અને 3 બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ 20 જેટલા માસૂમ બાળકો હોસ્પિટલમાં કમળાની સારવાર હેઠળ છે.

કૂવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયાનું અનુમાન

પ્રાથમિક તપાસ અને આરોગ્ય વિભાગના અનુમાન મુજબ, વિસ્તારમાં આવેલા કૂવાના દૂષિત પાણીનો વપરાશ કરવાના કારણે બાળકો કમળાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એકસાથે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતાં આરોગ્ય વિભાગ સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.

આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ અને તકેદારીના પગલાં

ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ચામુંડાનગર અને આસપાસના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. પીવાના પાણીના સ્ત્રોતોના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે તથા ગ્રામજનોને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ તમામ બાળકોની તબિયત પર તબીબો દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0