Sabarkanthaના કુબાધરોલમાં કાળા કાચ વાળી કારે મચાવ્યો આતંક, વિડીયો થયો વાયરલ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક શંકાસ્પદ કારના ચાલકે ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વડાલીના કુબાધરોલ ગામે બ્લેક કાચ ધરાવતી લક્ઝુરિયસ કાર બેફામ ગતિએ પસાર થતાં જ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામના રસ્તાઓ પરથી સવાર-સાંજ પૂરપાટ ઝડપે પસાર થતી આ કારને કારણે સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા અને શાંતિ જોખમાઈ છે.
સ્થાનિકોનો કાર રોકવાનો પ્રયાસ નિષ્ફળ
ગામ વચ્ચેથી અવારનવાર પસાર થતી આ લક્ઝુરિયસ કારને રોકવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ કાર ચાલક કાર ઊભી રાખવાને બદલે વધુ ઝડપથી હંકારીને ભાગી છૂટ્યો હતો. કારના બ્લેક ગ્લાસ હોવાના કારણે અંદર રહેલી વ્યક્તિઓ કે સામગ્રી જોઈ શકાતી નથી. ગામ લોકોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે આ લક્ઝુરિયસ કારમાં શંકાસ્પદ નશીલા પદાર્થોની હેરફેર કરવામાં આવી રહી હોઈ શકે છે.
પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ
આ શંકાસ્પદ વાહન અંગે સ્થાનિકો દ્વારા પોલીસ પ્રશાસનને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. પોલીસ દ્વારા કોઈ નક્કર ચકાસણી કે કાર્યવાહી ન કરાતાં ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. દરમિયાન, ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગ્રામ્ય વિસ્તારની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

