Sabarkanthaના Himatnagarમાં હમીરગઢ ગરનાળમાં બસ ડૂબી,સ્થાનિકોએ ડ્રાઈવર અને કંડકટરનું કર્યુ રેસ્કયુ

રેલવે અંડરપાસમાંથી ST બસ પસાર થતા ડૂબી આખે આખી બસ પાણીમાં ગરકાવ થઈ ડ્રાઇવર અને કંડકટર બસની ઉપર ચડી ગયા ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ હમીરગઢ ગરનાળામાંથી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ગરનાળાની વચ્ચે બસ આખી ડૂબી જતા ડ્રાઈવર અને કંડકટર બસની ઉપર ચઢી ગયા હતા અને માંડ માંડ બસની અંદરથી નિકળી શકયા હતા. હમીરગઢ ગરનાળમાં બસ ડૂબી ગુજરાતમા વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામા વરસાદી માહોલ જામ્યો છે.હિંમતનગર તાલુકાના હમીરગઢ ખાતે આવેલ રેલવે અંડરપાસમાંથી બસ પસાર થઈ રહી તે દરમિયાન વધારે પાણી હોવાથી બસ વચ્ચોવચ ફસાઈ ગઈ હતી સદનસીબે બસમાં કોઈ મુસાફરો ના હોવાથી મોટી જાનહાની ટળી હતી,સરકારી બસ ડૂબતા ડ્રાઇવર અને બસની ઉપર ચઢી ગયા હતા અને સ્થાનિકોએ દોરડા વડે રેસ્કયૂ કર્યું હતુ. સાબરકાંઠાના પ્રાંતિજમાં જળબંબાકાર પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાતા જયાં જુઓ ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.તલોદમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ફરી વળ્યા હતા.પ્રાંતિજ તલોદમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે તલોદથી હડમતીયાનો સંપર્ક કપાયો હતો,ભારે વરસાદના પગલે સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાયાં છે. સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘો અનરાધાર વરસી રહ્યો છે.ખેડૂતોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે.મગફળી કપાસ જેવા પાકોમા પાણી ભરાતા ખડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે ખેડૂતોને ફરી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે,માંડ માંડ પાક તૈયાર થયો અને તેમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને પડયા પર પાટુ માર્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Sabarkanthaના Himatnagarમાં હમીરગઢ ગરનાળમાં બસ ડૂબી,સ્થાનિકોએ ડ્રાઈવર અને કંડકટરનું કર્યુ રેસ્કયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલવે અંડરપાસમાંથી ST બસ પસાર થતા ડૂબી
  • આખે આખી બસ પાણીમાં ગરકાવ થઈ
  • ડ્રાઇવર અને કંડકટર બસની ઉપર ચડી ગયા

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ હમીરગઢ ગરનાળામાંથી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ગરનાળાની વચ્ચે બસ આખી ડૂબી જતા ડ્રાઈવર અને કંડકટર બસની ઉપર ચઢી ગયા હતા અને માંડ માંડ બસની અંદરથી નિકળી શકયા હતા.

હમીરગઢ ગરનાળમાં બસ ડૂબી

ગુજરાતમા વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામા વરસાદી માહોલ જામ્યો છે.હિંમતનગર તાલુકાના હમીરગઢ ખાતે આવેલ રેલવે અંડરપાસમાંથી બસ પસાર થઈ રહી તે દરમિયાન વધારે પાણી હોવાથી બસ વચ્ચોવચ ફસાઈ ગઈ હતી સદનસીબે બસમાં કોઈ મુસાફરો ના હોવાથી મોટી જાનહાની ટળી હતી,સરકારી બસ ડૂબતા ડ્રાઇવર અને બસની ઉપર ચઢી ગયા હતા અને સ્થાનિકોએ દોરડા વડે રેસ્કયૂ કર્યું હતુ.


સાબરકાંઠાના પ્રાંતિજમાં જળબંબાકાર

પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાતા જયાં જુઓ ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.તલોદમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ફરી વળ્યા હતા.પ્રાંતિજ તલોદમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે તલોદથી હડમતીયાનો સંપર્ક કપાયો હતો,ભારે વરસાદના પગલે સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાયાં છે.

સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘો અનરાધાર વરસી રહ્યો છે.ખેડૂતોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે.મગફળી કપાસ જેવા પાકોમા પાણી ભરાતા ખડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે ખેડૂતોને ફરી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે,માંડ માંડ પાક તૈયાર થયો અને તેમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને પડયા પર પાટુ માર્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.