Sabarkantha: કાર પાણીમાં તણાઈ, પરિવાર જોઈ રહ્યો છે બચાવની રાહ

સાબરકાંઠામાં સારા વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા પાસે કાર તણાઈ જવાની ઘટના બની છે. કોઝવે પરથી પસાર થતી વખતે કાર પાણીમાં તણાઈ છે અને હાલમાં કાર તણાઈ જતાં પરિવાર બોનેટ પર બચાવની રાહ જોઈ રહ્યો છે.ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝવે રોડ ઉપર બ્રેઝા કાર તણાઈ ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝવે રોડ ઉપર બ્રેઝા કાર તણાઈ છે. અચાનક ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વધુ પાણી નદીમાં આવી જતા કાર પસાર થવા દરમિયાન પાણીના વેગમાં કાર નદીમાં ખેંચાઈ હતી અને કાર 90 ટકા જેટલી ડૂબી જતા પરિવાર ગાડીના બોનેટ ઉપર બેસી બચાવની રાહ જોઈ રહ્યો છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડને બચાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં આજુબાજુના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા છે. તલોદમાં ભારે વરસાદે સર્જી તારાજી બનાસકાંઠાના તલોદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને શહેરને સાંકળતા તમામ માર્ગો ધોવાઈ ગયા છે. ઉજેડિયા-તલોદ માર્ગ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેશરપુરા એપ્રોચ માર્ગ ધોવાતા લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સલાટપુર કોલેજ રોડ પણ પાણીમાં ધોવાઈ ગયો છે. રેલવે ઓવરબ્રિજનો કાચો સર્વિસ રોડ પણ ધોવાયો છે. કાચા માર્ગ ઉપર તો એકથી દોઢ ફૂટ સુધીના ખાડા પડી ગયા છે. પશુ દવાખાના નજીકના બંને માર્ગ પર પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર માર્ગ ધોવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સોનાસણ ગામમાં વરસાદી પાણી ભરતા તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો બીજી તરફ પ્રાંતિજના સોનાસણ ગામમાં વરસાદી પાણી ભરતા તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પ્રાંતિજ-તલોદ વરસાદ વરસ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાતા તૈયાર થયેલો સમગ્ર પાક પાણીમાં ગરકાવ થયો હતો અને ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. આ સિવાય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

Sabarkantha: કાર પાણીમાં તણાઈ, પરિવાર જોઈ રહ્યો છે બચાવની રાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠામાં સારા વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા પાસે કાર તણાઈ જવાની ઘટના બની છે. કોઝવે પરથી પસાર થતી વખતે કાર પાણીમાં તણાઈ છે અને હાલમાં કાર તણાઈ જતાં પરિવાર બોનેટ પર બચાવની રાહ જોઈ રહ્યો છે.

ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝવે રોડ ઉપર બ્રેઝા કાર તણાઈ

ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝવે રોડ ઉપર બ્રેઝા કાર તણાઈ છે. અચાનક ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વધુ પાણી નદીમાં આવી જતા કાર પસાર થવા દરમિયાન પાણીના વેગમાં કાર નદીમાં ખેંચાઈ હતી અને કાર 90 ટકા જેટલી ડૂબી જતા પરિવાર ગાડીના બોનેટ ઉપર બેસી બચાવની રાહ જોઈ રહ્યો છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડને બચાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં આજુબાજુના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા છે.

તલોદમાં ભારે વરસાદે સર્જી તારાજી

બનાસકાંઠાના તલોદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને શહેરને સાંકળતા તમામ માર્ગો ધોવાઈ ગયા છે. ઉજેડિયા-તલોદ માર્ગ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેશરપુરા એપ્રોચ માર્ગ ધોવાતા લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સલાટપુર કોલેજ રોડ પણ પાણીમાં ધોવાઈ ગયો છે. રેલવે ઓવરબ્રિજનો કાચો સર્વિસ રોડ પણ ધોવાયો છે. કાચા માર્ગ ઉપર તો એકથી દોઢ ફૂટ સુધીના ખાડા પડી ગયા છે. પશુ દવાખાના નજીકના બંને માર્ગ પર પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર માર્ગ ધોવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

સોનાસણ ગામમાં વરસાદી પાણી ભરતા તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો

બીજી તરફ પ્રાંતિજના સોનાસણ ગામમાં વરસાદી પાણી ભરતા તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પ્રાંતિજ-તલોદ વરસાદ વરસ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાતા તૈયાર થયેલો સમગ્ર પાક પાણીમાં ગરકાવ થયો હતો અને ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. આ સિવાય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.