Sabarkantha News : સાબરકાંઠામાં પત્રકાર રૂ. 4 લાખની લાંચ લેતા ઝડપાયો, ACBમાં કરેલી અરજીનો નિકાલ કરવા માંગી લાંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના કતપૂર ટોલનાકા પાસે એસીબીએ લાંચ લેતા પતિ-પત્નિને ઝડપી પાડયા છે, ACBમાં કરેલી અરજીનો નિકાલ કરી આપવા લાંચ માંગી હોવાની વાત સામે આવી છે, 5 લાખની લાંચ માંગી 4 લાખની લાંચ સ્વિકારી હતી, ઝડપાયેલ પત્રકાર ખાનગી ન્યૂઝ પેપરમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાની વાત પણ સામે આવી છે.
આરોપી :-
(૧) કેતનકુમાર કાંતિલાલ પટેલ, દિવ્ય ભાસ્કર પત્રકાર, આપકા સંદેશ સાપ્તાહિક ન્યૂઝ તંત્રી તથા આર.ટી.આઈ.એક્ટીવિસ્ટ
(૨) મીનાબેન w/o કેતનકુમાર પટેલ
રહે. બંને બ્રહ્માણી નગર સોસાયટી, વિજાપુર રોડ, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા.
ગુનાનું સ્થળ : - ઓરણ_કથપૂર ટોલનાકા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા
ગુનો બન્યા : તા.૨૨/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ :- રૂપિયા ૫,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:- રૂપિયા ૪,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ૪,૦૦,૦૦૦/- એસીબીમાં થયેલી અરજીનો નિકાલ કરવા માટે લાંચ માગી
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદી પાસેથી આરોપી નંબર ૧ નાઓએ પોતે ફરિયાદી વિરુદ્ધ એસીબીમાં કરેલ અરજીનો નિકાલ કરી આપવા સારું રૂપિયા પાંચ લાખની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી ન.૧ નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, આરોપી નંબર_૨ ને નાણાં આપી સ્થળ ઉપર બંને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. ટ્રેપીંગ અધિકારી :-
એન. બી. સોલંકી,
પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-૨, ગુ.રા; અમદાવાદ. સુપર વિઝન અધિકારી:-
એન.એન.જાદવ,
ઈ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૨ ગુ.રા; અમદાવાદ.
What's Your Reaction?






