Sabarkantha News : સાબરકાંઠામાં વર્ક વિઝાના બહાને ઠગે 61 લાખ પડાવી લીધા, અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, સિકંદર સલીમ લોઢા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, જેમાં વર્ક વિઝાના નામે 61 લાખથી વધુની છેતરપિંડી કરાઈ છે, રૂપિયા ઓનલાઇન બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી છે જેમાં પોલીસે સિકંદર લોઢા અને તેના પુત્રની ધરપકડ કરી છે, હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ
વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે બે ઠગબાજોને ઝડપ્યા છે, સિકંદર સલીમ લોઢા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ નોંધાઈ છે, મુસ્તકીમ હુસૈન અલીહુસૈન બિહારના શખ્સે નોધાવી ફરિયાદ જેમાં ઠગે વર્ક વિઝાના બહાને રૂપિયા પડાવી લીધા છે, 61 લાખ રોકડા સહિત ઓનલાઇન બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી રૂપિયા પડાવી લીધા, ફરિયાદીએ વર્ક પરમિટની વાત કરીતો હાથ અધ્ધર કરી લીધા હતા ત્યારે ફરિયાદીને ખબર પડી કે તેના રૂપિયા ચાંઉ થઈ ગયા છે.
અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી
અરજદારો પાસે પાસપોર્ટ, સહિતના દસ્તાવેજો લઇ વર્ક વિઝાની અપાતી હતી ખાતરી જેમાં સિકંદર લોઢા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ગુજરાત સહિત દેશ ભરના વ્યક્તિઓ સાથે આચરી છે છેતરપિંડી. હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ. પોલીસ સિકંદર લોઢા સહિત તેના પુત્રની કરી રહી છે પૂછપરછ જેમાં અનેક ખુલાસા થવાની શકયતાઓ રહેલી છે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરી યુવાનો સાથે કર્યો છે વિશ્વાઘાત, વર્ક વિઝાને બદલે વ્યાપાર વિઝા કરી આપતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ રહી છે ફરિયાદો બીજી તરફ એલસીબી સહિતની ટીમો સિંકદર લોઢા પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કરી રહી છે તપાસ.
What's Your Reaction?






