Sabarkantha News: સાબરકાંઠામાં મોતની સવારીના વીડિયો વાયરલ, ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાઈવે પર પસાર થતા વાહનોમાં મોતની સવારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પોલીસ માત્ર નાના વાહનોને પકડીને દંડે છે પણ આ જીવને જોખમમાં મુકીને પસાર થતા વાહનો સામે કોઈ એક્શન લેતી નથી. શામળાજી હાઈવે પર મોતની સવારીનો વીડિયો વાયરલ થયો છે. રાજસ્થાન તરફના રૂટ પર વાહનોની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. મુસાફરો ઓવરસ્પીડમાં જતા વાહનોમાં મોતની સવારી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
મુસાફરોની મોતની સવારીનો વીડિયો વાયરલ થયો
શામળાજી હાઈવે પર એવર સ્પીડમાં જતા વાહનો પર મુસાફરોની મોતની સવારીનો વીડિયો વાયરલ થયો છે. બસની છત પર મોતની સવારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયાં છે. આ પ્રકારના વીડિયો વાયરલ થવાથી ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. પોલીસ તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે તેવા અનેક સવાલો ઉભા થયાં છે. રાજસ્થાન તરફ જતા આવતા વાહનોમાં જોખમી સવારીના દ્ર્શ્યો સામે આવ્યા છે. દંડની કાર્યવાહી વચ્ચે મોતની સવારીના વાહનો હાઇવે પર પસાર થઈ રહ્યા છે.
What's Your Reaction?






