Sabarkantha News: મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિજયનગરની આશ્રમ શાળાના બાળકો સાથે ભોજન લીધુ

Nov 30, 2026 - 01:00
Sabarkantha News: મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિજયનગરની આશ્રમ શાળાના બાળકો સાથે ભોજન લીધુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ખાતે આવેલી આશ્રમ શાળામાં એક વિશેષ અને પ્રેરણાદાયી વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ આશ્રમ શાળાની અચાનક મુલાકાત લઈ ત્યાંના વિદ્યાર્થીઓ અને સંચાલકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મંત્રીની આ સાદગીભરી મુલાકાતથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી હતી.

વિદ્યાર્થીઓ સાથે ભોજન અને આત્મીય સંવાદ

મુલાકાત દરમિયાન મંત્રી કૌશિક વેકરિયાએ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે નીચે બેસીને તેમની સાથે ભોજન લીધું હતું. ભોજન દરમિયાન તેમણે બાળકો સાથે ખૂબ જ હૂંફ અને આત્મીયતાથી વાતચીત કરી હતી. બાળકોના અભ્યાસની પદ્ધતિ, રહેણીકરણી અને તેમની દૈનિકચર્યા વિશે પૂછપરછ કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાળકોને શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરી આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


પ્રગતિશીલ મહિલાઓ સાથે વિશેષ બેઠક અને ચર્ચા

આશ્રમ શાળાની મુલાકાત ઉપરાંત મંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલી પ્રગતિશીલ મહિલાઓ સાથે પણ એક વિશેષ સંવાદ યોજ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત મહિલાઓએ પોતાના જીવનના સંઘર્ષો, સફળતાની સફર અને સમાજ ઉત્થાનમાં આપેલા યોગદાન અંગે પોતાના વિચારો ખુલ્લા મને રજૂ કર્યા હતા. મંત્રીએ સમાજના વિકાસમાં નારીશક્તિની સક્રિય ભાગીદારી અને તેમના ઉમદા યોગદાનની ભરપૂર પ્રશંસા કરી હતી તથા સરકાર હંમેશા મહિલા ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.


આ પણ વાંચો: Sabarkanthaના તલોદની કંપનીમાં હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડની હત્યામાં મામા ઉર્ફે બાલકિશન ઝડપાયો!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0