Sabarkantha News: પ્રાંતિજ પાસે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ રસુલપુર ગામ પાસે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો અતિ ગંભીર હતો કે, ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.
ભિલોડાના બાઈકચાલકનું ઘટના સ્થળે મોત
આ ભયાનક અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા ભિલોડાના રહીશનું ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પાછળ બેઠેલી મહિલા તેમજ કાર ચાલક બંનેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને 108 મારફતે હિંમતનગર સિવિલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાહન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. 108 ની ટીમે ઈજાગ્રસ્ત મહિલા અને કાર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે, ટક્કર બાદ કાર રસ્તાની વચ્ચોવચ આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી.
પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે
અકસ્માત અંગેની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતાત્માના મૂર્તદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અકસ્માતના કારણે હાઈવે પર સર્જાયેલી ટ્રાફિકજામની સ્થિતિને પૂર્વવત કરાવી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Sabarkantha: વડાલી કબીર આશ્રામમાં દિવ્ય સત્સંગ મેળાવડો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

