Vadodara: શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર; સાધલી, ઉતરાજ અને અવાખલમાં વરસ્યો વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદે ખેંચાણ આપતાં ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું. જોકે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ શિનોર તાલુકાના સાધલી, ઉતરાજ, મિઢોળ, અવાખલ અને સુરાશામળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી.
વડોદરાના શિનોર પંથકમાં મેઘમહેર
શિનોર પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું
વરસાદનું આગમન થતાં જ રસ્તાઓ ભીંજાયા હતા અને સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.શિનોર તાલુકા આપત્તિ વ્યવસ્થાપન શાખાના આંકડા મુજબ, તાલુકામાં અત્યાર સુધીમાં વર્તમાન સિઝનનો કુલ 28.93 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઓગસ્ટ માસના મધ્યમાં પડેલા આ પૂરક વરસાદી ઝાપટાં ખેતી માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયા છે.
સિઝનનો કુલ 28.93 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો
લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી ખેતરોમાં સૂકાવાની આરે પહોંચેલા કપાસ, ડાંગર અને અન્ય ઊભા પાકને નવજીવન અને સંજીવની મળી છે. પાક બચી જવાની આશા જાગતાં જ સમગ્ર શિનોર પંથકના ધરતીપુત્રો અને ખેડૂત પરિવારમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

