Ahmedabadના સરદારનગરમાં જાહેરમાં મારામારી, બુટલેગર રાજુ ગેંડીના ભાઈ-ભત્રીજા સામે આરોપ

Aug 11, 2026 - 23:30
Ahmedabadના સરદારનગરમાં જાહેરમાં મારામારી, બુટલેગર રાજુ ગેંડીના ભાઈ-ભત્રીજા સામે આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલા કોમ્યુનિટી હોલ સામે જાહેરમાં રોડ પર જ જૂથ અસમાજિક તત્વો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ભરચક રસ્તા પર જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

નાણાકીય લેતીદેતીમાં હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ હુમલો નાણાકીય લેતીદેતીના જૂના મનદુઃખના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. વિસ્તારના જાણીતા બુટલેગર રાજુ ગેંડીના ભાઈ હરેશ ગેંડી અને તેના ભત્રીજા હર્ષ ગેંડીએ ભેગા મળીને એક યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

આ સમગ્ર મારામારી અંગે પીડિત પક્ષ દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એરપોર્ટ પોલીસે આ ઘટના સંદર્ભે હરેશ ગેંડી અને હર્ષ ગેંડી સહિતના આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમનું મોત, સોનીપુરની 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિધન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0