Sabarkantha : પ્રાંતિજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંધ? 27 લાખના નવા વાહનો વપરાશ વિના ધૂળ ખાતા પડ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં જનતાના ટેક્સના નાણાંનો વેડફાટ થતો હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વિકાસ અને સુવિધા માટે અંદાજે રૂ. 27 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા ટ્રેક્ટર, બકેટ મશીન અને પાણીના ટેન્કર છેલ્લા છ મહિનાથી પાલિકાના પરિસરમાં વપરાશ વિના પડી રહ્યા છે. વહીવટી તંત્રના આયોજનના અભાવે આ કિંમતી સાધનો અત્યારે ભંગારમાં ફેરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ખરીદીમાં ગેરરીતિ અને લાપરવાહી
માહિતી મુજબ, પાલિકાએ ટ્રેક્ટર માટે ૮ લાખ, બકેટ મશીન માટે ૧૫ લાખ અને પાણીના ટેન્કર માટે ૪.૫૦ લાખનો ખર્ચ કર્યો છે. નવાઈની વાત એ છે કે, આટલા મહિનાઓ વીતી ગયા હોવા છતાં ટ્રેક્ટરનું હજુ સુધી આરટીઓ પાસિંગ પણ કરવામાં આવ્યું નથી. લાંબા સમયથી એક જ જગ્યાએ પડી રહેવાને કારણે વાહનોના ટાયર અને બેટરી બગડી રહ્યા છે, તેમજ ગેરંટી-વોરંટીનો સમયગાળો પણ વપરાશ વગર જ પૂર્ણ થવાની તૈયારીમાં છે. સ્થાનિક જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ઉપયોગ જ નહોતો કરવો તો જનતાના પૈસા કેમ વેડફ્યા?
અધિકારીઓનું મૌન અને જૂના વિવાદો
આ ગંભીર બેદરકારી અંગે જ્યારે ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે પ્રશ્નો લેખિતમાં માંગ્યા હતા, જે વહીવટી તંત્રની પારદર્શિતા સામે શંકા જન્માવે છે. ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ પાલિકા અગાઉ પણ અધૂરા ટાઉનહોલ, ખંડેર બનેલા ફાયર સ્ટેશન અને ગાયબ થઈ ગયેલા બગીચાઓના મુદ્દે વિવાદોમાં રહી ચૂકી છે. નગરજનો હવે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે અને જાહેર નાણાંનો વ્યય અટકે.
આ પણ વાંચો--- Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

