Rath Yatra 2024: 147મી રથયાત્રા માટે વડાપ્રધાન મોદીએ મોકલ્યો પ્રસાદ

વડાપ્રધાને દાડમ,જાંબુ, મગ , ચોકલેટ, કેરી, મીઠાઈનો પ્રસાદ મોકલ્યોદર વર્ષે વડાપ્રધાન રથયાત્રાને લઈ મોકલે છે પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 147મી રથયાત્રા માટે પ્રસાદ મોકલવામાં આવ્યોઆવતીકાલે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, શ્રદ્ધાળુઓમાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ 147મી રથયાત્રા માટે પ્રસાદ આવ્યો છે. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન મોકલે છે પ્રસાદ વડાપ્રધાન મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. વડાપ્રધાને દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી અને મીઠાઈનો પ્રસાદ મોકલ્યો છે. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન રથયાત્રામાં પ્રસાદી મોકલે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાન હતા તે સમયથી મંદિરમાં પ્રસાદી મોકલે છે. સમગ્ર અમદાવાદ અત્યારથી જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યો છે, મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે. ગજરાજની વિશેષ પૂજા કરી કરાયો શણગાર હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે, ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.

Rath Yatra 2024: 147મી રથયાત્રા માટે વડાપ્રધાન મોદીએ મોકલ્યો પ્રસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડાપ્રધાને દાડમ,જાંબુ, મગ , ચોકલેટ, કેરી, મીઠાઈનો પ્રસાદ મોકલ્યો
  • દર વર્ષે વડાપ્રધાન રથયાત્રાને લઈ મોકલે છે પ્રસાદ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 147મી રથયાત્રા માટે પ્રસાદ મોકલવામાં આવ્યો

આવતીકાલે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, શ્રદ્ધાળુઓમાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ 147મી રથયાત્રા માટે પ્રસાદ આવ્યો છે.

છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન મોકલે છે પ્રસાદ

વડાપ્રધાન મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. વડાપ્રધાને દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી અને મીઠાઈનો પ્રસાદ મોકલ્યો છે. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન રથયાત્રામાં પ્રસાદી મોકલે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાન હતા તે સમયથી મંદિરમાં પ્રસાદી મોકલે છે.

સમગ્ર અમદાવાદ અત્યારથી જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યો છે, મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.

ગજરાજની વિશેષ પૂજા કરી કરાયો શણગાર

હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે, ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.