Rajkotમાં ભાજપ નેતા ભરત બોઘરાએ ફટાકડા ફોડી કરી દિવાળીની ઉજવણી, 2027માં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ

Nov 9, 2026 - 00:00
Rajkotમાં ભાજપ નેતા ભરત બોઘરાએ ફટાકડા ફોડી કરી દિવાળીની ઉજવણી, 2027માં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અવસરે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને અગ્રણી નેતા ભરત બોઘરાએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે મળીને ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે પરિવાર સાથે ફટાકડા ફોડીને દીપોત્સવની ખુશીઓ વહેંચી હતી અને સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

2027માં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

દિવાળીની ઉજવણી દરમિયાન રાજકીય ચર્ચાઓ વચ્ચે ભરત બોઘરાએ આગામી રાજકીય સમીકરણો પર પણ વાત કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે આગામી વર્ષ 2027માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ભવ્ય જીત હાંસલ કરશે અને પ્રજાના સહયોગથી સરકાર બનાવશે.

ટિકિટ મુદ્દે પ્રશ્ન ટાળીને પક્ષની જીતને સર્વોપરી ગણાવી

આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળવા અંગેના સવાલોના જવાબમાં તેમણે સીધી ટિકિટ બાબતે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. પરંતુ, તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પક્ષની જીત જ મારી પોતાની જીત છે અને ભાજપના કાર્યકર્તા તરીકે જનસેવા કરવી એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમની આ ટિપ્પણી હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0