Rajkotના કાલાવાડ રોડ પર 4 હોટલોના ગેરકાયદેસર દબાણ તંત્રએ તોડી પાડયા

Dec 27, 2024 - 09:30
Rajkotના કાલાવાડ રોડ પર 4 હોટલોના ગેરકાયદેસર દબાણ તંત્રએ તોડી પાડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના કાલાવડ રોડ પર 4 હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યું છે જેમાં 4 હોટલ અનઅધિકૃત રીતે બનાવવા આવી હતી અને કલેકટર અને મામલતદારે નોટીસ આપી તેમ છત્તા હોટલના સંચાલકો આ હોટલ બંધ કરતા ન હતા જેના કારણે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે.સાથે આગામી સમયમાં હજી પણ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હશે તે તમામ દબાણો દૂર કરવામાં આવશે.

નોટીસને પણ ના ગણકારી

આ મામલે અગાઉ કલેકટર અને વિસ્તારના મામલતદાર દ્વારા નોટીસ પાઠવવામા આવી હતી પરંતુ તંત્રની નોટીસ પણ ગણકારી ન હતી અને હોટલ સંચાલકો મનમાની કરતા હતા જેના કારણે મામલતદારની ટીમ દ્વારા બુલડોઝર બોલાવીને ડિમોલિશન કરાયુ હતુ,2500 ચોરસ મીટર જગ્યામાં દબાણ કરાયું હતુ અને અંદાજે 3 કરોડથી વધુની જમીન પર આ દબાણ કરાયું હતુ,ત્યારે જાહેર રોડ પર આ દબાણ કરવામાં આવતા અનેકવાર વિવાદો પણ થયા હતા.

કાલાવડ રોડ પર આવેલ ચાર હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યું

આ ચાર હોટલો કાલાવાડ રોડ પર બાંધવામાં આવી હતી અને 2500 ચોરસ મીટરમાં બનાવવામાં આવી હતી આ જમીનની કિંમત અંદાજે 3 કરોડ રૂપિયાની છે ત્યારે તેની પર દબાણ કરવામાં આવ્યું હતુ ત્યારે લોધિકા મામલતદાર ટીમે પોલીસને સાથે રાખી દબાણ દૂર કર્યું અને જમીન ખુલ્લી કરી હતી,સરકારી ખરાબા આ ચાર હોટલ અનઅધિકૃત રીતે બનાવવા આવી હતી.

રાજકોટ શહેરમાં પણ દબાણો દૂર કરાયા

મનપાની ઈસ્ટ ઝોન શાખાએ વોર્ડ નં.14 અને 17માં ટી.પી. રોડ અને ટી.પી. પ્લોટ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વાણિયાવાડી રોડ પર મનપાના પ્લોટમાં એક મંદિરનું પણ ડિમોલિશન કરાયું હતું. મંદિરમાં શિવલિંગ હતું. જેને મનપાના મજૂરોએ ઉઠાવીને દબાણ હટાવ શાખાના વાહનમાં મૂકી દીધુ હતું. મંદિર હટાવતી વખતે થોડી વખત મામલો તંગ બન્યો હતો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી કોઇ અણબનાવ બન્યો ન હતો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0