Rajkot: શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, સ્થાનિકોમાં ભય ફેલાયો

રૈયા રોડ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો કુલ 8માંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ રાજકોટમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઇ છે. જેમાં રૈયા રોડ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 8 વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યો છે. તેથી રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કુલ 8માંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શહેરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. અત્યાર સુધી બહારના દર્દીઓ રાજકોટમાં દાખલ હતા અત્યાર સુધી બહારના દર્દીઓ રાજકોટમાં દાખલ હતા. ત્યારે રૈયા રોડ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ 8 દર્દીઓમાંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ, 2 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધી 56 બાળકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 133 કેસ નોંધાયા છે. ત્યારે મેલેથિયોન પાવડરના ડસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. તેમજ સ્કૂલોમાં પણ ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થતા રાહત થઇ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી લોકોમાં ભય ફેલાયો છે. જેમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થતા રાહત થઇ છે. જેમાં હવે રાજકોટમાં દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે તેમજ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાવો થાય છે.

Rajkot: શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, સ્થાનિકોમાં ભય ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૈયા રોડ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
  • રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
  • કુલ 8માંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઇ છે. જેમાં રૈયા રોડ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 8 વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યો છે. તેથી રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કુલ 8માંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શહેરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.

અત્યાર સુધી બહારના દર્દીઓ રાજકોટમાં દાખલ હતા

અત્યાર સુધી બહારના દર્દીઓ રાજકોટમાં દાખલ હતા. ત્યારે રૈયા રોડ વિસ્તારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ 8 દર્દીઓમાંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ, 2 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધી 56 બાળકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 133 કેસ નોંધાયા છે. ત્યારે મેલેથિયોન પાવડરના ડસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. તેમજ સ્કૂલોમાં પણ ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ છે.

રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થતા રાહત થઇ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી લોકોમાં ભય ફેલાયો છે. જેમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થતા રાહત થઇ છે. જેમાં હવે રાજકોટમાં દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે તેમજ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાવો થાય છે.