Jamnagar: ભગવાન જગન્નાથજીની 16મી રથયાત્રાનું સુંદર આયોજન, નગરજનોએ માણ્યો આનંદ

જામનગરમાં છેલ્લા 15 વર્ષથી ઈસ્કોન પરિવાર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છેનગરના શ્રેષ્ઠીઓ અને ઈસ્કોનના વરિષ્ઠ સંન્યાસી મહારાજ દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું જામનગરમાં છેલ્લા 15વર્ષથી ઈસ્કોન પરિવાર દ્વારા પ્રતિ વર્ષ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજી જામનગરના સાત રસ્તા પાસેથી નગરના શ્રેષ્ઠીઓ અને ઈસ્કોનના વરિષ્ઠ સંન્યાસી મહારાજ દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સોળમી રથયાત્રાનું આયોજન જામનગરમાં ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સોળમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજે સાંજે 4 વાગ્યે એસ.ટી. ડેપો પાસેથી શ્રી ભક્તિ વિકાસ સ્વામી મહારાજ અને મુરલીધરદાસ, રમારમણદાસ તથા નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગન્નાથની રથ યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથજી (જગન્નાથજી- શુભદ્રા-બલરામના વિગ્રહ)ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે- જય જગ્ગનાથજીના નાદ સાથે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભકતોની ઉપસ્થિતિમાં શહેરના સાત રસ્તા પાસેથી પ્રારંભ કરવામાં આવી હતી. કૃષ્ણભકતો સંકીર્તન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસાદ, ફ્રુટસ, ઠંડા પાણી, શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના દરેક રૂટ ઉપર વલ્લભ વિદ્યાનગર, ખંભાળિયા, સુરત, પોરબંદર વગેરેથી પધારેલા કૃષ્ણભકતો સંકીર્તન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી હતી. રથયાત્રા સાત રસ્તાથી પસાર થઈ એસ.ટી.રોડ, જોલી બંગલા, ઓશવાળ હોસ્પિટલ, ખંભાળીયા ગેટ, સહિતના શહેરના મુખ્ય માર્ગો પર થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમદાવાદની 147મી રથયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી અને આ રથયાત્રામાં શહેરીજનો અને આસપાસના વિસ્તારના લોકોએ ખુબ જ આનંદ માણ્યો અને ભગવાન જગન્નાથનું ઠેરઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું અને અમદાવાદ પોલીસે પણ ચુસ્ત બંદોબંસ્ત ગોઠવીને શહેરની કડક સુરક્ષા કરી હતી.

Jamnagar: ભગવાન જગન્નાથજીની 16મી રથયાત્રાનું સુંદર આયોજન, નગરજનોએ માણ્યો આનંદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરમાં છેલ્લા 15 વર્ષથી ઈસ્કોન પરિવાર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે
  • નગરના શ્રેષ્ઠીઓ અને ઈસ્કોનના વરિષ્ઠ સંન્યાસી મહારાજ દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
  • રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું

જામનગરમાં છેલ્લા 15વર્ષથી ઈસ્કોન પરિવાર દ્વારા પ્રતિ વર્ષ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજી જામનગરના સાત રસ્તા પાસેથી નગરના શ્રેષ્ઠીઓ અને ઈસ્કોનના વરિષ્ઠ સંન્યાસી મહારાજ દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સોળમી રથયાત્રાનું આયોજન

જામનગરમાં ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સોળમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજે સાંજે 4 વાગ્યે એસ.ટી. ડેપો પાસેથી શ્રી ભક્તિ વિકાસ સ્વામી મહારાજ અને મુરલીધરદાસ, રમારમણદાસ તથા નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગન્નાથની રથ યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથજી (જગન્નાથજી- શુભદ્રા-બલરામના વિગ્રહ)ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે- જય જગ્ગનાથજીના નાદ સાથે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભકતોની ઉપસ્થિતિમાં શહેરના સાત રસ્તા પાસેથી પ્રારંભ કરવામાં આવી હતી.

કૃષ્ણભકતો સંકીર્તન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી

રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસાદ, ફ્રુટસ, ઠંડા પાણી, શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના દરેક રૂટ ઉપર વલ્લભ વિદ્યાનગર, ખંભાળિયા, સુરત, પોરબંદર વગેરેથી પધારેલા કૃષ્ણભકતો સંકીર્તન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી હતી. રથયાત્રા સાત રસ્તાથી પસાર થઈ એસ.ટી.રોડ, જોલી બંગલા, ઓશવાળ હોસ્પિટલ, ખંભાળીયા ગેટ, સહિતના શહેરના મુખ્ય માર્ગો પર થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમદાવાદની 147મી રથયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી અને આ રથયાત્રામાં શહેરીજનો અને આસપાસના વિસ્તારના લોકોએ ખુબ જ આનંદ માણ્યો અને ભગવાન જગન્નાથનું ઠેરઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું અને અમદાવાદ પોલીસે પણ ચુસ્ત બંદોબંસ્ત ગોઠવીને શહેરની કડક સુરક્ષા કરી હતી.