Rajkot: લોકમેળામાં સુરક્ષાને લઈ ફાયર-108 નું મોકડ્રિલ; ફજેતમાં ફસાયેલા મુસાફરોનું લાઈવ રેસ્ક્યુ ડ્રિલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા લોકમેળામાં દરરોજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો મનોરંજન અને જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે પહોંચે છે. મેળામાં મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી સૌથી મહત્વનો મુદ્દો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ 108 ઈમરજન્સી સેવાઓ દ્વારા મેળાના આયોજન પૂર્વે એક ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેસકોર્સ લોકમેળામાં ફાયર અને 108 નું સંયુક્ત મોકડ્રિલ
આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય મેળા દરમિયાન જો અચાનક આગ લાગે, કોઈ અકસ્માત સર્જાય કે પછી વિશાળ રાઇડ્સમાં યાંત્રિક ખામીને કારણે મુસાફરો અધવચ્ચે ફસાઈ જાય તો તે સમયે ઓછામાં ઓછા સમયમાં ગોલ્ડન અવરમાં કઈ રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવી તેનો હતો. મોકડ્રિલ દરમિયાન મેળાઓના સૌથી મોટા આકર્ષણ એવા 'મોટા ફજેત' તેમજ અન્ય ઊંચી રાઇડ્સમાં લોકો ફસાઈ ગયા હોવાનો કૃત્રિમ કોલ જનરેટ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને 108 ની ટીમો મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી.
જનમેદની વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા મોકડ્રિલ
ઊંચાઈ પર ફસાયેલા લોકોને સલામત રીતે નીચે લાવવા માટે સૌરાષ્ટ્રની સૌથી મોટી હાઇ ક્રેનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું કાદવ-કીચડ કે ભીડ વચ્ચે પણ સફળ નિર્દેશન કરાયું હતું.ક્રેન દ્વારા નીચે લાવવામાં આવેલા ઈજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવાની ત્વરિત કામગીરી દર્શાવવામાં આવી હતી. આ સફળ મોકડ્રિલથી સાબિત થયું છે કે રાજકોટ ડિઝાસ્ટર વિભાગ અને ફાયર બ્રિગેડ લોકમેળામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સુસજ્જ છે.
આ પણ વાંચો: Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

