Rajkot: રજવાડી ઉંધિયામાંથી નીકળી ઈયળ, આરોગ્ય વિભાગની કામગીરી પર મોટા સવાલ

બહારનું જમવાના શોખીન હોય તો જમતા પહેલા સો વખત વિચાર કરજોરાજકોટમાં રજવાડી ઉંધિયામાં નીકળી ઈયળ ઉંધિયામાં ઈયળ નીકળતા આરોગ્ય વિભાગ પર સવાલ જો તમે બહારનું જમવાના શોખીન હોય તો જમતા પહેલા સો વખત વિચાર કરજો. જમવાની વસ્તુઓમાંથી જીવજંતુઓ, મૃત ગરોળી, માનવઅંગ, વંદો અને જીવાત જેવી વસ્તુઓ નીકળવાનો સીલસીલો જાણે કે અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ત્યારે રાજકોટમાં ફરી એક વખત રજવાડી ઉંધિયામાંથી ઈયળ નીકળી હોવાની જાણકારી મળી છે. ખોડિયાર ડાઈનિંગ હોલમાંથી રજવાડી ઉંધિયાનું શાક પાર્સલ કરાવ્યું હતું હાલમાં યુવાનોને બહારનું ખાવાનો મોટો ચસ્કો હોય છે, ત્યારે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જાણ્યા બાદ તમે બહારનું જમતા પહેલા વિચાર કરશો. રાજકોટમાં એક તરફ રોગચાળો વકર્યો છે અને બીજી તરફ પાર્સલ શાકમાંથી ઈયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં પાર્સલ શાકમાંથી ઈયળ નીકળી છે. મોવડી ચોકસી પાસે આવેલી ખોડિયાર ડાઈનિંગ હોલમાંથી એક વ્યક્તિએ રજવાડી ઉંધિયાનું શાક પાર્સલ કરાવ્યું હતું અને આ પાર્સલમાંથી ઈયળ નીકળી છે. ત્યારે આરોગ્ય વિભાગના મોટા દાવાઓ વચ્ચે હોટેલમાં ઈયળવાળુ શાક પીરસાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ શહેરીજનોમાં ભારે રોષ ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ શહેરમાંથી ઘણી જગ્યાઓ પરથી જમવામાં આ પ્રકારની વસ્તુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી છે અને કેટલીક રજૂઆતો કર્યા છતાં પણ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓને માત્ર એસી ચેમ્બરમાં બેસવામાં જ રસ છે, નાગરિકોના સ્વાસ્થ્ય અંગે તો તેમને ચિંતા જ ક્યા છે. એક મહિના પહેલા પણ વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળ્યુ હતું રાજકોટના ક્ષત્રિય પરિવાર ગત તા.24મી જૂને લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ગેલોપ્સ હોટલમાં જમવા રોકાયા હતા. જેમાં વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. હોટલના મેનેજરને આ અંગે ફરિયાદ કરતા તેઓએ હ્યુમન એરર ગણાવી હતી. રાજકોટના ધર્મદીપસિંહ મનહરસિંહ રાણા પરિવાર સાથે તા. 24ના રોજ કારમાં બરોડાથી રાજકોટ જતા હતા. બપોરે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર હોટલ ગેલોપ્સે જમવા રોકાયા હતા. જેમાં કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનાનો ઓર્ડર કર્યો હતો અને વેજિટેબલ રાયતામાં જીવડુ સામે આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે હોટલના મેનેજરને ફરિયાદ કરી કીચનની સ્વચ્છતા બાબતે સવાલો પણ કર્યા હતા.

Rajkot: રજવાડી ઉંધિયામાંથી નીકળી ઈયળ, આરોગ્ય વિભાગની કામગીરી પર મોટા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બહારનું જમવાના શોખીન હોય તો જમતા પહેલા સો વખત વિચાર કરજો
  • રાજકોટમાં રજવાડી ઉંધિયામાં નીકળી ઈયળ
  • ઉંધિયામાં ઈયળ નીકળતા આરોગ્ય વિભાગ પર સવાલ

જો તમે બહારનું જમવાના શોખીન હોય તો જમતા પહેલા સો વખત વિચાર કરજો. જમવાની વસ્તુઓમાંથી જીવજંતુઓ, મૃત ગરોળી, માનવઅંગ, વંદો અને જીવાત જેવી વસ્તુઓ નીકળવાનો સીલસીલો જાણે કે અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ત્યારે રાજકોટમાં ફરી એક વખત રજવાડી ઉંધિયામાંથી ઈયળ નીકળી હોવાની જાણકારી મળી છે.

ખોડિયાર ડાઈનિંગ હોલમાંથી રજવાડી ઉંધિયાનું શાક પાર્સલ કરાવ્યું હતું

હાલમાં યુવાનોને બહારનું ખાવાનો મોટો ચસ્કો હોય છે, ત્યારે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જાણ્યા બાદ તમે બહારનું જમતા પહેલા વિચાર કરશો. રાજકોટમાં એક તરફ રોગચાળો વકર્યો છે અને બીજી તરફ પાર્સલ શાકમાંથી ઈયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં પાર્સલ શાકમાંથી ઈયળ નીકળી છે. મોવડી ચોકસી પાસે આવેલી ખોડિયાર ડાઈનિંગ હોલમાંથી એક વ્યક્તિએ રજવાડી ઉંધિયાનું શાક પાર્સલ કરાવ્યું હતું અને આ પાર્સલમાંથી ઈયળ નીકળી છે. ત્યારે આરોગ્ય વિભાગના મોટા દાવાઓ વચ્ચે હોટેલમાં ઈયળવાળુ શાક પીરસાઈ રહ્યું છે.

આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ શહેરીજનોમાં ભારે રોષ

ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ શહેરમાંથી ઘણી જગ્યાઓ પરથી જમવામાં આ પ્રકારની વસ્તુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી છે અને કેટલીક રજૂઆતો કર્યા છતાં પણ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓને માત્ર એસી ચેમ્બરમાં બેસવામાં જ રસ છે, નાગરિકોના સ્વાસ્થ્ય અંગે તો તેમને ચિંતા જ ક્યા છે.

એક મહિના પહેલા પણ વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળ્યુ હતું

રાજકોટના ક્ષત્રિય પરિવાર ગત તા.24મી જૂને લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ગેલોપ્સ હોટલમાં જમવા રોકાયા હતા. જેમાં વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. હોટલના મેનેજરને આ અંગે ફરિયાદ કરતા તેઓએ હ્યુમન એરર ગણાવી હતી. રાજકોટના ધર્મદીપસિંહ મનહરસિંહ રાણા પરિવાર સાથે તા. 24ના રોજ કારમાં બરોડાથી રાજકોટ જતા હતા. બપોરે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર હોટલ ગેલોપ્સે જમવા રોકાયા હતા. જેમાં કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનાનો ઓર્ડર કર્યો હતો અને વેજિટેબલ રાયતામાં જીવડુ સામે આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે હોટલના મેનેજરને ફરિયાદ કરી કીચનની સ્વચ્છતા બાબતે સવાલો પણ કર્યા હતા.